SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ १९० गुजरातना ऐतिहासिक लेख બીજું ખેતર કોટીલ નામનું હતું અને તે બે પીઠક સાળ વાવી શકાય તેવડું હતું અને તે નગરપથકમાં ( નગરની આસપાસના તાલુકામાં એટલે કે ખેડા તાલુકામાં ) દુહદુહ ગામની સીમમાં હતું. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વે મહત્તર ગેલકનું આટીરમણકેદાર નામનું ખેતર અને સબ્બલકનું ખણ્ડકેદાર નામનું ખેતર, દક્ષિણે જાઈણપહિલ નામના ગામની સીમ, પશ્ચિમે ગુરુપલ્લિ ગામની સીમ અને ઉત્તરે આરલિકેદાર શમીકેદાર અને બે રાફડા હતા; તથા પૂર્વ સીમમાં દુદુહિકાના પાદરમાં ભ્રષ્ટી આપેલી હતી. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કપિત્થદન, દક્ષિણમાં વિશી નામનું કેદારિક, પશ્ચિમમાં કપિત્થન્દની અને ઉત્તરમાં બ્રાહ્મણ વિરભટના બ્રહ્મદેય ક્ષેત્રની પહેલી બાજુની બે ઉદની. ભણી શબ્દનો અર્થ હાલના હિંદી ભાટી અગર ભીટ શબ્દની માફક તળાવ પાસેની ચઢી. યાતી જમીન એ થ જોઈએ. ઉદનીને અર્થ પાણીનો કુંડ અગર ખેતીવાડી માટે પાણીની નહેર હવે જોઈએ. કોશમાં આપેલ શૂન્યવાટિકા તેને અર્થ આંહી થતો લાગતો નથી. દાનની શરતમાં પૂર્વપ્રત્તદેવબ્રહ્મદેય પછી બ્રાહ્મણ વિંશતિ એ શબ્દો બીજો દાનપત્રોમાં મળતા નથી, તેથી ખાસ ધ્યાન ખેંચે તેવા છે. ઈ એ. વ. ૭ પા. ૭૩ મે આપેલા અલીણાના દાનપત્રમાં છે તેવી રીતે આંહી પણ દતક તરીકે રાજપુત્રી ભૂવા આપેલ છે. ધરસેનના દાનપત્રમાં રાજપુત્રી ભૂપે આપેલ છે. સંભવ છે કે અહી પણ તે જ સ્ત્રી હોય અને ભૂપા તે ભૂવાને બદલે ભૂલથી લખાયું હોય. આ લેખની તિથિ સંવત્ ખાસ ઉપયોગી છે. છેલ્લી પંક્તિમાં સં. ૩૩૦ દ્વિ. માર્ગશિર સુ. ૨ એમ આપેલ છે. આમાં આપેલ અધિક માર્ગશિર માસથી આ વલભી દાનપત્રોને સંવતુ કયારે શરૂ થયો તે નિશ્ચિત થઈ શકે છે. અત્યારે જે કે માર્ગશીર્ષ, પૌષ અને માઘ માસ અધિક આવી શકતા નથી, પણ નેપાલના એક શિલાલેખમાં મી. સી. બેન્ડે નેપાલમાંની મુસાફરી નામના પુસ્તકમાં બતાવ્યા મુજબ પ્રથમ પૌષ મળેલ છે. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે સમયે તે મહિનાઓ અધિક થઈ શકે છે. આ લેખથી આ પ્રમાણે સમર્થન મળ્યાથી અત્યાર સુધીની ત્રણે જુદી જુદી ગણત્રીની સાલા વિનાના ડે. સ્કમ પાસે રજુ કરવામાં આવી. જનરલ કનીગહેમ પ્રમાણે ૧૬૭ ઈ. સ. થી આ વર્ષ શરૂ થાય છે. સર ઈ. સી. બેઈલી પ્રમાણે ૧૯૦ ઈ. સ. થી શરૂ થાય છે અને બેરૂની પ્રમાણે ૩૧૯ ઈ. સ. થી શરૂ થાય છે. આ ત્રણે ગણત્રો પ્રમાણે આ સંવત ૩૩૦ બરોબર ઈ. સ. ૪૯૬-૪૯૮ ઇ. સ. ૫૧૯-૫૨૧ અને ઈ. સ. ૬૪૮-૬૫૦ પૈકી કઈ સાલમાં માર્ગશિર અધિક હતા તે તપાસ કરતાં માર્ગશીર્ષ અધિક માસ માત્ર ૬૪૮ ઈ. સ. માં જ મળે છે અને તેથી ૩૧૯ ઈ. સ. પહેલાં આ સંવતની શરૂવાત બીલકુલ અસંભવિત થઈ જાય છે, એટલે કે આ ગુપ્ત વલભી સંવત્ ઈ. સ ૩૧૯ થી શરૂ થાય છે તે સિદ્ધ થાય છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy