SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૬૯૯ ધ્રુવસેન ૨ જાનાં ગાવાનાં તામ્રપત્રો સંવત ૩૨૧ ચૈત્ર વદ ૩ આ તામ્રપત્રની બે જોડીએ રતલામ દરબારની છે. તે મધ્ય હિંદુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંબરમાં મારશલ અને કઝીન્સ સાહેબને થોડા સમય માટે આપ્યાં હતાં. મી. મારશલે રતલામના દિવાનને એક પત્ર મને મેક હતા તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ માઈલ પર ગાવામાં એક બ્રાહ્મણને કે તેના મકાન પાસે દુરસ્ત થતું હતું ત્યારે, ૧૮૯૧ માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક જોડી બે તામ્રપત્રોની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે. અને પ્રથમ કઈ જેડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે અને તેનો વ્યાસ આશરે ૨,” અને ૨” માને છે. તેમાં ખોદેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલો એક નદી છે. અને તેની નીચે ચીમટક: લખેલું છે. ઈ. સ. ૧૯૦૨–૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઈડીઆમાં આ બેમાંનું બીજું દાનપત્ર (બી) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક્યો છું. પહેલું પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણું ફરી છાપું છું. કારણ કે બના દાનના ભાગો એક બીજા સાથે સંબંધ ધરાવતા હોઈ એક બીજા ઉપર ઘણે પ્રકાશ પાડે છે. આ બી લેખનું અક્ષરાન્તર જે આંહિ બીજી વાર છપાયું છે, તે મી. કઝીન્સે તૈયાર કરેલી બે શાહીવાળી છાપ તથા રબિગ ઉપરથી લખાયું છે. આ બિગ બહુ સુંદર છે, અને તેનાથી કેટલાક અક્ષરે મૂળને કાટ લાગવાથી શાહીવાળી છાપમાં અધૂરા દેખાય છે, તે સંપૂર્ણ દેખાય છે. આ બે પતરાંઓ છે. અને તેની અંદરની બાજુમાં જ લખાયું છે. પહેલા પતરાની લખેલી બાજુના નીચલે છેડે બે કડી માટે કાણું છે. અને બીજાને મથાળે તેની સામાં તેવાં જ બે કાણાં છે. છાપ ઉપરથી તે દરેક પતરાનું માપ આશરે ૯” ઉંચાઈ અને ૧૧પહોળાઈનું લાગે છેઃ દાન જે સ્થળથી અપાયું તે સ્થળ, દાન લેનારા બે પુરૂષોનાં વર્ણન, દાન દેવાયલી ભમિન વર્ણન અને તિથિ સિવાય લેખ “બી” લેખ એને લગભગ મળતું જ છે. વન્દિત પલ્લીના વિજયી નિવાસસ્થાનથી દાન અપાયું હતું. એ સ્થાનનો નિર્ણય થઈ શક નથી. દાન લેનારા બે પુરૂષ ઉદુમ્બરગહરથી આવેલા, અયાનકાહારનિવાસી, દશપુરને ત્રિવેદી, પારાશર ગેત્રને, માધ્યન્દિન-વાજસનેય શાખાવાળો અને બ્રાહ્મણ બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણ દત્તસ્વામી તથા બીજે અગરિતકાગ્રહાનિવાસી, ચતુર્વેદી, પારાશર ગોત્રને, વાજસનેય શાખાવાળો અને બ્રાહ્મણ બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણ કુમારસ્વામી હ. દાન માલવકમાં, જણાવેલા વિભાગમાં, ચન્દ્રપુત્રક ગામમાં દક્ષિણ સીમા પર આવેલી એક ભક્તી ભૂમિવાળા ખેતરનું હતું. આ ક્ષેત્રની સીમા ઃ પૂર્વમાં ઘમ્મર્ણાહકા ગામની હદ, દક્ષિણે દેવકુલપાટક ગામની સરહદ પશ્ચિમે મહત્તર વીરતરમણ્ડલિના ક્ષેત્ર( ખેતર)ની હદ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણે નિર્ગરડી નામનું હાનું સરેવરઃ અને ઉત્તરમાં વીરતર મહેલીનું ક્ષેત્ર; દાનની તિથિ સંવત્ ૩ર૧, ચૈત્ર કૃષ્ણપક્ષ. ૩. દાન અપાયલા બે પુરૂષમાં પ્રત્યેક પુરૂષ બુધસ્વામીનો પુત્ર, વાજસનેય શાખાવાળો, અને પારાશર ગોત્રને વર્ણવ્યું છે. આ સૂચવે છે કે તે બન્ને જણ એક જ પિતાના પુત્ર હતા અને “ ઉદુમ્બરગહૂરથી આવેલા” એવું જે પહેલા પુરૂષ માટે (લી. ૪૧) આપ્યું છે તે બીજા પુરૂષને પણ એટલી જ સારી રીતે લાગે છે. પહેલો દાન લેનાર પુરૂષ, અયાનકાગ્રહારમાં રહેતા અને ૧ એ, ઈ, ઓ. ૮ પા.૧૮૪ છે. ઈ. હુશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy