SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૫૩ શીલાદિત્ય ૧ લાનાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો સં. ૨૮૬ આષાઢ વ. ૮ મી. ડી. આર. ભાંડારકરે આપેલી શાહીની છાપ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, નાગઢથી ૮-૧૦માઈલ છેટે આવેલા શાહપૂર પાસેના નવલખી ગામડામાંથી ઇ. સ. ૧૯૦૪૫ માં આ તામ્રપત્ર મળેલ છે. તે અત્યારે જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પતરાં બે છે અને દરેક એકેક બાજુએ કોતરેલું છે. ચારે બાજુને છેડા જાડી કેરના જેવા છે. પહેલા પતરાંમાં નીચે અને બીજામાં ઉપર બે કાણું છે તે ઉપરથી અનુમાન થાય છે કે જીડી કડીથી પતરાંમાં જોડેલા હશે. કાણાં 3 ઈંચ પહોળાં છે અને લેખ કોતર્યા પહેલાં પાડવામાં આવેલાં લાગે છે. સીલ મળી નથી. પતરાંની લંબાઈ પહોળાઈ ૧૦. ૮ ઇં. અને ૮ ઇંચ છે. પહેલામાં ૨૧ અને બીજામાં ૧૫ પંક્તિ છે. અક્ષરનું સરેરાસ કદ ” ઇંચ છે. ગમવત ૨૯૦ ના રાજકેટ મ્યુજીયમમાંના ડે, બુલરે ઈ. એ. જે. ૯ પા. ૨૩૭ મે પ્રસિદ્ધ કરેલા પતરાની સાથે સરખાવતાં આ દાનપત્રમાં બહુ જ ઓછી ભલે છે. અક્ષર દક્ષણના પશ્ચિમ વિભાગના જેવા છે.. ભટાર્કના વંશના શ્રીગુહસેનના પૌત્ર અને ધરસેનના પુત્ર શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધમોદિત્યને આ લેખ છે. તેની તિથિ સં. ૨૮૬ (ઈ. સ. ૬૦૫ )ના આષાઢ વદિ ૮ છે. આ દાનપત્રને દરેક રાજાના વર્ણનવાળા શરૂવાતનો ભાગ ઉપર વર્ણવેલા સં. ૨૯૦ ના દાનપત્રની સાથે મળતે આવે છે. તેની સરખામણી ઉપરથી જણાય છે કે મૂળપુરૂષ ભટાર્ક અને આમાંના રાજાના દાદા ગુહસેન વચ્ચેના રાજાઓનું વર્ણન શીલાદિત્યે પ્રથમ છોડી દીધું અને ત્યાર પછીનાં બધાં તામ્રપત્રોમાંથી તે વર્ણન બાતલ કરવામાં આવ્યું છે. વટનગરની હદમાં આવેલા ભેડાનક ગામનું દાન આપ્યાની હકીકત આ દાનપત્રમાં છે. આ ઘટનગર તે વડોદરા રાજ્યમાંનું વડનાર હશે કે ડે. બુલરે કપ્યું છે તેમ વડોદ્રા હશે તે હું ખાતરીથી કહી શકતા નથી. કોઈ પણ પ્રકારે ગામ ઓળખી શકાતું નથી. સંગપુરી જે કદાચ જજૂનાગઢ પાસેનું શહાપૂર હોય ત્યાંથી નીકળેલા ૪૩ બ્રાહ્મણને દાન આપેલું છે. કદાય આ દાનથી જ ત્યાં આવીને વસવા માટે લલચાવ્યા હોય એવા સંભવ છે. બ્રાહ્મણોનાં નામ વિચિત્ર છે. કેટલાંક નામ ઓડખ જેવાં અગર ગેત્રના નામ જેવાં છે, જ્યારે બાકીનાં સ્પષ્ટ વ્યક્તિનાં નામ છે. બોખ્ખસ્વામી તૈલંગી બ્રાહ્મણના જેવું લાગે છે, કેટલાંક નામે સંસ્કૃતનાં પ્રાકૃત રૂપમાં જ છે; જેવાં કે સ્કન્દનું ખડ, સિંહનું સી, નર્તકનું નટ્ટક, ગે પશમન ગેવશર્મા અને ભતૃમાંથી ભટ્ટિ થએવું લાગે છે. આ એવું નામ ભટ્ટિકાવ્યના કર્તાનું હોઈ પરિચિત છે. બીજાં કેટલાંક નામોનાં મૂળ સ્વરૂપ કલ્પી શકાતાં નથી. વત્સ અત્યારે પણ ગેત્રનું નામ છે, કેટલાંક નામો જેવાં કે દ્રોણ, ભદ્ધિ, અદિત્ય ભદ્ર એક કરતાં વધારે નાં નામે ગણાવ્યાં છે તેથી તે જ નામ બીજી વાર આવે છે ત્યારે તેથી પહેલાં દ્વિ, ત્રિ, ઈત્યાદિ લખેલાં છે. આને અર્થ બીજે ત્રીજો એમ થવો જોઈએ, દાનપત્રમાં નીચેના અધિકારીઓનાં નામ છે : આયુક્તક, વિનિયુક્તક, દ્વાહૂિક, મહત્તર, ચાટ, ભટ, કુમારામાત્ય વિગેરે. દાનનાં ગામ સાથે નીચેનાં વિશેષ ગે લગાડેલાં છેઃ સેદ્રડઃ પરિકરઃ સવાતભૂતપ્રત્યાયઃ સધાન્યહિરણ્યાદેયઃ સદશાપરાધ: પદ્યમાનવિષ્ટઃ અહસ્તપ્રક્ષેપણીયા અને ભૂમિછિદ્રન્યાયેન. ૫. ૩૪ માં આપેલા દૂતક શબ્દનો અર્થ દૂત એ કરવામાં આવે છે પણ કેટલીક વખતે રાજપુત્રો દ્વતક તરીકે આવે છે, તેથી એવું અનુમાન થાય છે કે તે મૃત અનુસાર દાનના સાક્ષી તરીકે રહેનાર મેટ અધિકારી છે જેઈએ. મનુસ્મૃતિ અ. ૭ લે-૬૩–૫ માં દૂતને રાજાના વિશ્વાસના પાત્ર મુખ્ય પ્રધાન તરીકે વર્ણવ્યું છે. તેની સલાહ લડાઈ તેમ જ સીધ ઈત્યાદિ પ્રસંગે લેવામાં આવતી. ડે. ભાંડારકરે કર્યો છે તેંમ તેને અથ “ પ્રધાન” અગર ” આધકારી” કર જોઇ એ. દિવીરપતિ તે મુખ્ય કારકુન અગર મુખ્ય મંત્રી હવે જોઈએ. ૧ એ.ઈ., ૧ પા.૧૭૪ છે. એચ.એમ. ભડકંકર ૨ આ બધાના અર્થ વિવેચન માટે અંતમાં આપેલ શબ્દકોશ જુએ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy