________________
નિત્યક્રમ
૨૦૩
જિનરૂપ અનંત ગણીજે, તે દિવ્ય જ્ઞાન જાણીજે રે; મ૦ શ્રુતજ્ઞાને નય પથ લીજે, અનુભવ આસ્વાદન કીજે રે. મ૦ ૬ પ્રભુશક્તિ વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમભાવે રે; મ૦ માહરે સત્તા પ્રભુ સરખી, જિનવચન પસાયે ૫રખી રે. મ૦ ૭ તું તો નિજ સંપત્તિ ભોગી, હું તો ૫૨૫રિણતિનો યોગી રે; મ૦ તિણ તુમ્હે પ્રભુ માહરા સ્વામી,હું સેવક તુજ ગુણગ્રામી રે. મ૦ ૮ એ સંબંઘ ચિત્ત સમવાય, મુજ સિદ્ધિનું કારણ થાય રે; મ૦ જિનરાજની સેવના કરવી, ધ્યેય ઘ્યાન ઘારણા ઘરવી રે. મ૦ ૯ તું પૂરણ બ્રહ્મ અરૂપી, તું જ્ઞાનાનંદ સ્વરૂપી રે; મ૦ ઇમ તત્ત્વાલંબન કરિયે, તો દેવચંદ્ર પદ વરિયે રે, મ૦૧૦
(૫) શ્રી સુજાત જિન સ્તવન
સાચો સ્વામી સુજાત, પૂરવ અરઘ જયોરી; ઘાતકી ખંડ મઝાર, પુષ્કલાવઈ વિજયોરી. ૧ નયરી પંડિગિણી નાથ, દેવસેન વંશ તિલોરી; દેવસેનાનો પુત્ર, લંછન ભાનુ ભલોરી. ૨ જયસેનાનો કુંત, કંત, તેહશું પ્રેમ ઘર્યોરી; અવર ન આવે દાય, તેણે વશિ ચિત્ત કર્યોરી. ૩ તુમે મતિ જાણો દૂર, જઈ પરદેશ રહ્યારી; છો મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત ગ્રહ્યારી. ૪ ઊગે ભાનુ આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ્ર ચકોર, પીવા અમીઅ ઘસેરી. ૫ દૂર થકી પણ તેમ, પ્રભુશું ચિત્ત મિથુંરી; શ્રી નયવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિલ્યુંરી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org