SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દન અને ચંદ્ર કરતાંય અધિક વર્ણવી છે. વૃક્ષાદિ એકનિયની છાયામાં જતાં ટાઢક વળે છે, તે મુનિના ચરણોની છાયામાં બેસતાં કેટલી શીતળતા મળે ! મુનિના મુનિધર્મનું એ સૌરભ છે. કે તેની આસપાસનું વાતાવરણ શાન્તિય હેય. તેનું સવંમતે જ આત્મબળને ભાસ કરાવે, તેની શાન્ત મુદા આલાદ આપે અને મીઠામધુરા સુધાભર્યા વચને પ્રેરણાના પાન કરાવે. આવું પુણ્ય જીવન ને વંદનીય ન હોય? છતાં આજે દિવસે દિવસે મુનિવર્ગ તરફ આદર કેમ ઘટતો જાય છે ! આ માટે અમારે પોતે જ વિચાર કરવો રહ્યો. અમારા જ અશાન્ત વ્યવહારે, અમારા અંદર અંદરના કલહજીવન, અમારી ઉપાધિ-ધમાલે સમાજના વાયુમંડળને બહુ ફુગ્ધ કરી મૂક્યું છે. પક્ષાપક્ષી, ઈર્ષા, દ્વેષના ખળભળાટ એવા મચી રહ્યા છે કે મુનવર્ગ પ્રત્યે જનતાની આસ્થા ઓછી થતી જાય છે. એક તે અમારામાં વિદ્વાન મુનિરાજે જ ઓછા છે, તેમાં પણ વિદ્વાન ગણાતા મુનિઓનું તેજ પ્રાયઃ જોઈતા પ્રમાણમાં ઝગમગતું નથી, જેથી માજને શિક્ષિત વર્ગ સાધુઓ તરફ આકર્ષાતો નથી. અમારી સંસ્થામાં કુસંપ-ઝગડાઓનાં વાદળ હાલ એવાં ઘેરાયાં છે કે અમારા વર્ગ તરફ અરૂચિ વધતી જાય છે. એકંદર તમામ સમાજની ભક્તિ-લાગણીમાં બહુ ફેરફાર થઈ ગયા છે. સુગન્ધ વગરના પુષ્પની કેટલી કદર? અંગતરાગી યા વ્યક્તિગત મેહ ધરાવનારા ભલે અમને ગોતમાવતાર (!) માનતા હેય એથી શું દહાડો વળે ! મુનિર્યાની વાસ્તવિક સ્થિતિ વિચારતાં અહિંસા, સત્ય અને અપરિગ્રહના મહાન આદર્શો કર્યો અને આજની વધતી જતી અનેકાનેક ઉપાધિઓની ધમાલ ક્યાં? મહાવ્રતધારીઓને તાપણું– પાતરી, કપડાં-કબળ, મલમલ-ફલાલીન, ઓઘા-વાઘા, પુસ્તક–પાના વગેરેના પેટી-પટારા ભરવાના હોય એવા પટારા અને કબાટોના ક નાં વાળ ન આપીતો અર7 ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy