SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ગણિત-સહાય પિતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હવે અને બીજે બહુ કરકસરિયે હતું. આથી પહેલાના માથે રૂપિયા ૫૦૦) દેવું થયું અને બીજાની પાસે રૂપિયા ૫૦૦) ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદ્દગૃહસ્થ બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રેકડા પૈસા ન આપતાં પહેલાને ૪ ઘેડા અને બીજાને ૨ ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ તે બંનેએ કેટકેટલા રૂપિયે ઘડા વેચા હશે? [ ૫૬ ] પિસાની પેટીઓ ત્રેવડ એ ત્રીજો ભાઈ છે. થેડી થોડી રકમ બચાવતાં પણ સરવાળે મોટી રકમ ભેગી થાય છે અને તે ખરા વખતે ખપ લાગે છે. કરુણશંકર ત્રિવેદીએ આ વાત મનુ, મુગટ, નાનુ અને નવીન નામના પોતાના ચારેય પુત્રોને બરાબર સમજાવી હતી, એટલે તેઓ પિતાના ખિસ્સાખર્ચ માંથી ડી ડી રકમ બચાવતા હતા. એક દિવસ કરુણાશંકરે ચારેય જણને પૈસા રાખવાની પિટીઓ આપી, એટલે તેમણે પિતાની બચાવેલી રકમ તે પિટીઓમાં મૂકી. પછી તેની ગણતરી કરી તે જણાયું કે મનુ પાસે જે ૨ રૂપિયા વધારે હોત, મુગટ પાસે જે ૨ રૂપિયા ઓછા હતા, નાનુ પાસે જે બમણા રૂપિયા હતા અને નવીન પાસે અર્ધા રૂપિયા હોત તે મધા પાસે સરખી રકમ થાત. હવે બધા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy