SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિવાણ કલ્યાણક વર્ષની ઉજવણીને પ્રારંભ જેટલી દિવ્યતા અને ભવ્યતાથી થયે તેટલી જ દિવ્યતા અને ભવ્યતાથી નિર્વાણુ વર્ષના સમાપનની ઉજવણી થઈ. દેશના વિવિધ રાજ્યની રાજધાનીઓમાં તેમ જ બીજા અનેક નાના–મોટા ગામ અને શહેરોમાં સરકારી સ્તરે, સંસ્થા સ્તરે અને શ્રી સંઘ-સ્તરે જાહેરસભાઓ થઈ. પ્રભાતફેરી નીકળી. જિનમંદિરેમાં પૂજન અને ઉત્સ થયાં. આ પ્રસંગે પણ જીવદયા, અભયદાન અને માનવરાહતના પ્રશસ્ય કાર્યો થયા. નિર્વાણ વર્ષની વિવિધ ઉજવણીના સમાચારે અમને ઠીક ઠીક પ્રમાણમાં મળ્યા હતા. પરંતુ સમાપન સમારોહના સમાચાર અમને નહિવત્ પ્રમાણમાં મળ્યા છે. આ અંગેના સમાચારે વિવિધ સામયિકે અને પત્રમાં પ્રકટ થયા છે. પરંતુ મોટા ભાગે એનું સંકલન નિર્વાણ વર્ષની સમગ્ર ઉજવણી સાથે સંયુક્ત થયું હોવાથી તે અલગ તારવાનું સંપાદન કાર્ય, અધિકૃત માહિતીની અપેક્ષાએ મુશ્કેલ બન્યું છે. આથી અત્રે અમને ટપાલ દ્વારા સીધેસીધા સમાપન સમારોહના જે થોડાક સમાચાર મળ્યા છે તે આપીને અલ્પ સંતોષ માનીએ છીએ. સમાપન સમારોહના સમાચાર પ્રકટ કરતાં અગાઉ આપણી મહાસમિતિએ આ સમારોહ ઉજવવા માટે આપેલ સૂચિત કાર્યક્રમની પ્રથમ નંધ જાણી લઈએ. સમાપન કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે છેઃ તા. : ૨જી નવેમ્બર ૧૯૭૫થી તા. : ૯ નવેમ્બર ૧૯૭૫ સુધી. ૧લે દિવસ : વિરાટ ધર્મયાત્રા. ૨ જે દિવસ : સવારે સામુહિક ધ્યાન, પૂજન, કીતન અને ગુણાનુવાદ સભા. ૩ દિવસ : “ભગવાન મહાવીરના ઉપદેશની આજના યુગમાં સાર્થકતા” વિષય પર સેમિનાર, સંમેલન, વ્યાખ્યાનમાળાનું આજન. એથે દિવસઃ “ભારતીય સંસ્કૃતિમાં જૈન ધમનું ગદાન” વિષય પર સેમિનાર, સંમેલન. વ્યાખ્યાનમાળાનું આયોજન. તેમજ સાર્વજનિક પુસ્તકાલય, મંદિરે, સ્થાનકે આદિમાં જૈન સાહિત્ય ભેટ આપવું. પાંચમે દિવસ: “મહાવીર અને મહિલા તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ” વિષય પર સેમિનાર, સંમેલન આદિનું આજન, તેમજ વિદૂષી અને સમાજસેવિકા મહિલાઓનું બહુમાન. છઠ્ઠો દિવસઃ “જૈનધમ અને તીર્થંકર પર પરા વિષય પર સેમિનાર, સંમેલન આદિનું આજન. સાતમે દિવસ : “અહિંસા અને વિશ્વશાંતિ ' વિષય પર સેમિનાર, સંમેલન આદિનું જ પર ન આજન. આઠમો દિવસઃ વિરાટ જાહેરસભા. આ ઉપરાંત મહાસમિતિએ સાર્વજનિક સ્થળો પર સવાર અને સાંજે અનુકુળ સમય પ્રમાણે જૈન ધર્મની ભકિતગીતે, સ્તવને અને સૂની રેકર્ડો વગાડવાને; આઠ દિવસમાં શક્ય વધુ દિવસે સ્થાનિક હસ્પીટલમાં દરદીઓને દવા અને ફળ વગેરેનું વિતરણ કરવાને; નેત્રચિકિત્સા શિબિર જવાને મદિરે, સ્થાનકે તેમ જ જૈન સંસ્થાઓમાં કામ કરતાં કર્મચારી ભાઈ-બહેને વિશેષ પ રિતે ષિક આપવાને પણ અનુરોધ કર્યો હતે. સિનેમાઘરોમાં સ્લાઈડ દ્વારા, પિષ્ટકાર્ડ, લેટરહેડ, બ્લેન્ડ વગેરે ટપાલ સામગ્રી દ્વારા ભગવાનની વાણીને પ્રચાર કરવાને અને ઘરે ઘરે તેમજ દુકાને દુકાને જૈનવજ ફરકાવવાને પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતે. મહાસમિતિના મુખપત્ર “વીર પરિનિર્વાણને નિવણવર્ષની ઉજવણીના સમાચારને અંક પ્રકટ થવાની યોજના છે. આ માટે ઉજવણીના આરંભ થી સમાપન સુધીના સંપૂર્ણ સમાચારે તેનાં કાર્યાલય પર મોકલી આપવાની પણ જાહેરાત કરાઈ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy