SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરનો એમાં શો વાંક ? ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિન ટૂકડો આવી રહ્યો છે. ઠેર ઠેર તેની ઉજવણી માટે સમિતિઓ રચાઈ ચૂકી છે. બેનર્સ બનાવવા આપી દીધાં છે. બેન્ડવાજાંવાળાને ઑર્ડર્સ અપાઈ ગયા છે. આ બધા માટે ફંડ એકત્ર કરવાનાં આયોજનો પુરજોશમાં ચાલે છે ! જે મહાવીરે અપરિગ્રહનો બોધ આપ્યો, એના જ જન્મોત્સવની ઉજવણી માટે પરિગ્રહથી પ્રારંભ કરવો પડશે, કારણ કે જેટલો ભવ્ય દંભ કરવો હશે તેટલો તગડો ખર્ચ તો થશે જ ! હાઉ ફની ! રેડીમેડ વક્તાઓ સ્ટેજ ઉપરથી હંમેશની જેમ ડાહી ડાહી વાતો કરશે અને મહાવીરના નામે પોતાને જે કહેવું હશે તે રજૂ કરશે. ધર્મગુરુઓ પોતાના મમત્વને મહત્ત્વ મળે એ રીતે મહાવીર જન્મોત્સવ ઊજવવા પોતાના ખાસ ભક્તોને પ્રેરણા આપશે.. વેવલા ભક્તો ધન્ય ધન્ય થઈને જયજયકાર કરીને અપાસરા ગજાવશે. બેનર્સ, સૂત્રોચ્ચાર, બેન્ડવાજાં સહિત વરઘોડા નીકળશે. થોડાંક પુસ્તકો પ્રગટ થશે... (આમાંનું કશું ય મહાવીરે કર્યું હતું ખરું? આવું કશું ય કરવાનું મહાવીરે ક્યાંય કહ્યું – લખ્યું છે ખરું?) . 20ા મારા "મહાવીર, તા. મહાબીર નાના * દરા TE. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy