SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલનારા સૌ કોઈ એવો દાવો કરી શકશે કે અમે ભગવાન મહાવીર સ્વામી માર્ગ ઉપર જ દરરોજ ચાલીએ છીએ ! મોક્ષ પામવાની ઘેલછામાં પણ આપણે ખોટા હેરાન થઈએ છીએ. સરળ માર્ગ તો આપણી પાસે છે. આ પૃથ્વીને જ આપણે મોક્ષ નામ આપી દેવું જોઈએ. પછી આપણે મોક્ષ પામ્યાનો સંતોષ માણી શકીશું. કોઈક ઝૂંપડીને ‘શાહી પેલેસ’ નામ આપી દેવાથી આપણને મહેલની મોજ મળી જતી હોય તો એ સોદો કરવામાં વિલંબ શા માટે કરવો ? અમદાવાદમાં અત્યારે ગાંધીમાર્ગ છે, રીલિફ રોડ છે. ત્યાં છાશવારે તોફાનો ફાટી નીકળે છે. હિંસા થાય છે. ત્યારે લોકો કહે છે કે, ‘ગાંધીમાર્ગ ઉપર હિંસા થઈ.’ ‘રીલિફ (ગુજરાતીમાં એનો અર્થ થાય આરામ) રોડ ઉપર તોફાનો થયાં.’ અમદાવાદના ૧૩૨ ફીટ રીંગ રોડને ‘ભગવાન મહાવીર સ્વામી અહિંસા માર્ગ’ નામાભિધાન થયું. એક વખત આ રોડને સગીનજરે જોવાની જરૂર છે. ગાયો અને ગંદકીથી ખદબદે છે. આ રોડને મહાવીર સ્વામીનું નામ આપવાને બદલે, એ માર્ગને સ્વચ્છ, પ્રદૂષણરહિત, સુરક્ષિત, અઘતન વ્યવસ્થાઓથી પરિપૂર્ણ બનાવ્યો હોત તો લોકોને વધુ ઉપયોગી બન્યું હોત. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ‘મહાવીર આમલેટ સૅન્ટર' નામની દુકાન શરૂ કરશે ત્યારે ય આપણે તો આમ જ રાજી થઈશું કે, ‘વાહ ! એ માણસે અમારા મહાવીરનું નામ તો આપ્યું !' આજના મહાવીરભક્તોને જોયા પછી કોઈ વ્યક્તિ જો મહાવીરનું મૂલ્યાંકન ક૨વા બેસે તો એ કેવું મૂલ્યાંકન કરે ? આજના ગાંધીવાદીઓને જોઈને ગાંધીજીનું મૂલ્યાંકન કેવું થઈ શકે ? જૈનો પ્રબુદ્ધ છે. બુદ્ધિજીવી છે. વણિકબુદ્ધિનો હંમેશાં સમાજમાં આદર થતો રહ્યો છે. આજે એ જ જૈનો કેમ પ્રજ્ઞાહીન અને દિશાહીન બનવાની સ્પર્ધામાં ઊતર્યા છે ? છીછરાપણામાં છબછબિયાં કરવાનું શા માટે એમને ગમે છે. ? સાચું સમજવા છતાં સાચું કહેવાનું સાહસ કરવા કેમ કોઈ તૈયાર નથી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy