SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ષડૂદ્દેશન સુમેાધિકા : ૨૦૯ આપણી ઇન્દ્રિયા જ ખાદ્ય વસ્તુએની ઉપલબ્ધિનું સાધન છે. તેના દ્વારા જગત જે રૂપે દેખાય છે, તે રૂપમાં જગત સત્ય છે. આ સંસારમાં ત્રણ પ્રકારની વસ્તુએનું જ્ઞાન આપણને થાય છે. (૧) શરીર જે ભાગાયતન છે, (૨) ઇન્દ્રિયા જે ભાગમાધન છે અને (૨) પદાર્થ જે ભાગવિષય છે. આ ત્રણ વસ્તુએથી યુક્ત નાનારૂપ આ સંસાર અનાદ્વિ તથા અનંત છે. મીમાંસા દર્શીન મૂલ જગતની ઉત્પત્તિ તેમજ પ્રલયને માનતું નથી. વ્યક્તિ ઉત્પન્ન અને નાશ પામે છે. આ રીતે જગતને સત્ય સ્વીકારી અને વેદ દ્વારા પ્રતિપાદિત સ્વર્ગ, નરક, અદૃષ્ટ આદ્ધિ અનેક અતીન્દ્રિય વિષયાની પણ સત્તા માને છે. આથી મીમાંસા દન અનેક વસ્તુવાદી છે. મીમાંસાદર્શન કાર્યોની ઉત્પત્તિ માટે કારણ ઉપરાંત શક્તિને પણ માને છે. આ શક્તિ એક વિશિષ્ટ પદાથ છે. મીમાંસાના મતે આત્મા કર્તા તથા ભાક્તા અને છે તે વ્યાપક તેમજ પ્રતિ શરીરમાં ભિન્ન છે. જ્ઞાન, સુખ, દુ:ખ તથા ઈચ્છાદિ ગુણ તેમાં સમવાય સંબધથી રહે છે. આથી આત્મા જ્ઞાન સુખાર્દિરૂપ નથી. કુમારિલના મતે તે આત્મામાં ચિત્ તથા અચિત્ ખનેશ રહે છે આમાં ચિર્દેશથી આત્મા પ્રત્યેક જ્ઞાનને અનુભવ કરે છે અને અચિદશથી તે પરિણામને પ્રાપ્ત કરે છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ નથી પણ ચૈતન્ય વિશિષ્ટ છે. આત્માનું જ્ઞાન આત્મ સવિત્તિ દ્વારા જ થઈ શકે છે. આત્મા જ્ઞાનના કર્યાં તેમજ જ્ઞાનનુ` કમ અને એકી સાથે જ છે. દા. ત. આમાન' વિદ્ધિ । અર્થાત્ તુ આત્માને જાણ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy