SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્રદર્શન સુબાધિકા : ૧૩૧ વિના વસ્તુનું જ્ઞાન થતું નથી. અર્થાત્ બાહ્ય પદાર્થનું જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ ત્યાં સુધી કેવળ માનસિક પ્રતિરૂપના આધારે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. આ મતના પ્રવર્તકેમાં વસુબંધુ તથા સંઘભદ્રને ઉલ્લેખનીય ફળે છે. ધાર્મિક વિષયને લઈને બૌદ્ધમતના બે સંપ્રદાય થયેલ છે. હીનયાન અને મહાયાન. હીનયાનમાં બૌદ્ધ ધર્મનું પ્રાચીન સ્વરૂપ જોવા મળે છે અને તે ઈશ્વરને બદલે કર્મ અને ધર્મને માને છે. ધર્મને લીધે કર્મના ફળને નાશ થતું નથી પણ પિતાના કર્મનુ સાર જ પ્રત્યેક વ્યક્તિ શરીર, મન તથા નિવાસસ્થાનને પ્રાપ્ત કરે છે. આમાં બુદ્ધ, ધમ્મ અને સંઘ ત્રણેયને શરણે જવા કરતાં ધમ્મ ઉપર વધુ ભાર મૂકવામાં આવેલ છે. આ યાનને મૂળ મંત્ર છે. મારમ રી ભવ: ભારતના દક્ષિણ તથા પૂર્વના સિંધલ, બમ, સ્યામ, જાવા આદિ પ્રદેશમાં બુદ્ધની મૌલિક શિક્ષાઓને પ્રાચીન સ્વરૂપને માનનાર હીનયાનને પ્રચાર છે. મહાયાનવાદી થેરવાદને પોતાની દષ્ટિથી હેય માનીને તેને હીનયાન એટલે કે નિર્વાણ પ્રાપ્તિને નિકૃષ્ટ માર્ગ કહે છે અને પિતાના સિદ્ધાંતને મહાયાન કહે છે. તાત્પર્ય એ છે કે હીનયાન એટલે નાની ગાડી, જેના દ્વારા અમુક જ માણસ આ દ્વારા પિતાના લક્ષ્ય પહોંચી શકતા હતા, જ્યારે મહાયાન એટલે મેટી ગાડી, આના દ્વારા અનેક વ્યક્તિઓ લક્ષ્ય સ્થાને પહોંચી શકે છે. આ નવા મહાયાન સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા વધતી ગઈ. આથી આને ફેલાવે આજે પણ ભારતના ઉત્તરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy