SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ : ષડ્રદર્શન સુબાધિકા “ વિમાનં ” જે કરાતું હોય તેને પણ “કર્યું છે” એમ કહી શકાય. જમાલિએ એ વાતને સ્વીકાર ન કર્યો પણ એમ જણાવ્યું કે, “મારતો િરવત્તિ હિ” અર્થાત્ મેટાએ પણ ભૂલ કરી દે. અર્થાત્ મહાવીર પ્રભુએ પણ આ ભૂલ કરી છે. માટે વિમા યિમાનં ૬ અર્થાત્ કરાતાને કરાતું અને કરેલ હોય તેને કર્યું કહેવાય. આ રીતે અતિ દિર્ઘકાળે વસ્તુ થાય છે એવા વાદના સ્થાપક જમાલી નામના પહેલા નિદ્ભવ શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં થયા. તેમના આ મતમાં ઘણું લેકે જોડાયા તેથી તેમને મત “બહુરત” નામે ઓળખાય છે. પ્રભુની પુત્રી સાધ્વીજી પ્રિયદર્શનાએ પણ પતિની પાછળ આ મત સ્વીકાર્યો હતો પણ એક શ્રાવકે યુક્તિથી તેમને પ્રભુ કથિત માર્ગમાં સ્થિર બનાવ્યાં હતાં. (૨) તિષ્યગુપ્તાચાર્ય -રાજગૃહ નગરમાં તિષ્યગુપ્તાચાર્ય નામે બીજા નિભવ થયા. પ્રભુ મહાવીરસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ સલમા વર્ષે આ બીજા નિહ્રવ થયા. તેઓ ચૌદ પૂર્વવિદુ વસુ આચાર્યના શિષ્ય હતા. એકદા આત્માના અનેક ગહન સ્વરૂપવાળા આત્મપ્રવાદ નામના દશમાં પૂર્વનું તેઓ ગુરુ પાસે અધ્યયન કરતા હતા, તેમાં એ પાઠ આવ્યો કે “જીવને એક પ્રદેશ જીવ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy