SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યુત પેદા થાય છે, સંઘર્ષથી નહીં. આ બધા સેલોમાં પ્રત્યક્ષ કોઈ હિંસા દેખાતી નથી. આમ વિદ્યુત ઉત્પન્ન કરવાનું સાધન હિંસાજન્ય પણ છે અને હિંસા-મુક્ત પણ છે. સાધન હિંસાજન્ય હોય કે નહિ, પણ ઉત્પન્ન વીજળી સ્વયં અચિત્ત છે, એમ માનવામાં કોઈ આપત્તિ નથી. પ્રશ્ન ૧૩ઃ પુષ્કળ રાખથી ઢાંકેલા સળગતા અંગારામાં પ્રકાશ-ગરમી વગેરે તેઉકાયના લક્ષણો સ્પષ્ટપણે ન દેખાવા છતાં તે સચિત્ત બાદર અગ્નિકાય સ્વરૂપે જ નિર્વિવાદ સ્વરૂપે તમામ જૈનોને માન્ય છે. આ અગ્નિને વિધ્યાતઅગ્નિ (સુષુપ્ત અગ્નિકાય જીવ) સ્વરૂપે પિંડનિર્યુક્તિ (ગાથા-૫૯૧) ગ્રંથમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે. ત્યાં સચિત્ત બાદર અગ્નિકાય વિદ્યમાન હોવાથી જ રાખથી ઢાંકેલા સળગતા અંગારા ઉપર ઘાસલેટ કે પેટ્રોલ રેડવામાં આવે તો તરત જ ત્યાં ભડકો-પ્રકાશ-ગરમી ઉત્પન્ન થાય છે. તે જ રીતે તીવ્રતમ D.C. (Direct Current) ઇલેક્ટ્રિસિટી કે A.C. (Alternating Current) જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરને પૂરતા પ્રમાણમાં ઓઝોન વાયુનો સંપર્ક થાય તો તે ખુલ્લા વાયરમાંથી ભૂરા (Blue) રંગનો પ્રકાશ કોરોના ઈફેક્ટથી આપમેળે પ્રગટ થતો જોવા મળે છે. જંગલની આસપાસના વાતાવરણમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા પ્રચુર ઓઝોનના લીધે ખાસ કરીને શિયાળાની રાતે અત્યંત વહેલી પરોઢે તીવ્રતમ A.C. પાવરવાળા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ નીકળતો દેખાય છે. ખુલ્લા વીસસ્ટટેડ વાયરમાંથી અત્યંત વેગથી પ્રવાહમાન ઘર્ષણયુક્ત ઇલેક્ટ્રિસિટી પૂર્વોક્ત (જુઓ પૃષ્ઠ-૪) વિધ્યાત અગ્નિકાય જીવ જ છે. તેથી જ ઓઝોન સ્વરૂપ ઇંધણના સંપર્કમાં આવતાવેંત તે ભૂરા પ્રકાશ સ્વરૂપે દેખાય છે. તથા તીવ્ર વેગથી ઘર્ષણપૂર્વક A.C. પાવર જેમાંથી પસાર થાય છે તેવા વાયરના માધ્યમથી બલ્બમાં રહેલ ફિલામેન્ટમાં વીજળી આવતાં જ ત્યાં તરત ઉષ્ણતા-પ્રકાશ વગેરે પ્રગટે છે. શોર્ટ સરકિટથી આગ લાગવાના કિસ્સાઓ પણ બનતા જ હોય છે. લીકેજ થયેલા કે તૂટી ગયેલા બે વાયર જો ભેગા થાય અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય તો તેમાંથી ભડકો થતો-તણખાં ઝરતાં દેખાય જ છે. તેથી ઇલેક્ટ્રિસિટી તેઉકાયજીવ સ્વરૂપ જ સિદ્ધ થાય છે. ખરેખર આવી બાબતો દ્વારા તેઉકાયજીવને સમજવા માટે સૂક્ષ્મબુદ્ધિની જરૂર પડે તેમ છે. શ્રી અભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રવ્યાખ્યામાં તથા 177 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy