SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પર જામી ગયું અને બલ્બ ભૂરો થવા લાગ્યો. એને ઘટાડવા માટે નિષ્ક્રિય ગેસનો પ્રયોગ કરાયો. બાષ્પીભવનથી ફિલામેન્ટ પાતળો થઈને ખલાસ થઈ જાય છે. બલ્બમાં બળવાની પ્રક્રિયાનો જ અભાવ હોવાથી એમાં વાયુની આવશ્યકતા જ નથી. ફિલામેન્ટ જ્યારે કોઈ નિમિત્તથી પીગળી જાય છે (જેને આપણે (fuse) થયો કહીએ છીએ) ત્યારે બલ્બ પોતાની મેળે બુઝાઈ જાય છે. ફિલામેન્ટ fuse થવાના નિમિત્તમાં વોલ્ટેજ વધી જવો પણ એક નિમિત્ત છે. જેમ ફૂંક મારવાથી મીણબત્તી બુઝાઈ જાય છે, તેમ બલ્બ પણ જોરદાર વાયુથી બુઝાઈ જાય છે. એમ (નિમિત્ત) માનવું તર્કસંગત નથી. પ્રશ્ન ૩: ટ્યૂબલાઇટમાં જો સંપૂર્ણતયા શૂન્યાવકાશ હોય તો જ્યારે ટ્યૂબલાઇટ ઊડી જાય છે ત્યારે તેની અંદરના ભાગમાં સાઈડ પર જે કાર્બનની કાળાશ બધાને દેખાય છે તે ક્યાંથી આવી? એબ્સોલ્યૂટ વેક્યૂમ હોય તો ટ્યૂબલાઇટમાં કોઈ પણ વાયુનો પ્રવેશ ન જ થઈ શકે ને ? તો પછી ટ્યૂબલાઇટ ઊડી જાય ત્યારે ટ્યૂબની સાઇડમાં કાર્બનની કાળાશ દેખાય છે તે કઈ રીતે સંભવ બને ? વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ તો ફોસ્ફરસનું ઑક્સિડેશન થવાથી ત્યાં તેનું કાર્બનમાં રૂપાંતર થાય છે. પ્રસ્તુતમાં ઑક્સિડેશન એટલે ઑક્સિજનની સાથે જોડાવાથી પરમાણુ કે પરમાણુસમૂહમાંથી ઇલેક્ટ્રોન ખસી જવાથી મૂળભૂત દ્રવ્યનો નાશ થવાની પ્રક્રિયા. જો ટ્યૂબલાઇટમાં ઑક્સિજન આદિ વાયુનો સર્વથા અભાવ હોય તો ઑક્સિડેશનની પ્રોસેસ શરૂ થઈ ન શકે. તો પછી ટ્યૂબલાઇટમાં ફોસ્ફરસનું કાર્બનમાં રૂપાંતરણ કઈ રીતે થાય ? ઑક્સિડેશનની પ્રક્રિયાના પરિણામ-સ્વરૂપે જે કાર્બન ટ્યૂબલાઇટમાં દેખાય છે તેનાથી ટ્યૂબમાં ઑક્સિજન આદિ વાયુની હાજરી વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ માનવી જ પડે. વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ટ્યૂબ ઊડી જાય ત્યારે જ ઑક્સિડેશનની પ્રક્રિયા ચાલુ થાય છે, એવું નથી. પરંતુ ટ્યૂબમાં ઇલેક્ટ્રિસિટી જ્યારે-જ્યારે પસાર થાય, ટ્યૂબ ચાલુ થાય ત્યારે-ત્યારે ઑક્સિડેશનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. એક તબક્કો એવો આવે છે કે જ્યારે ટ્યૂબલાઇટનો મોટા ભાગનો ફોસ્ફરસ ઑક્સિડેશનથી કાર્બન રૂપે પરિણમી જાય છે, ત્યારે ટ્યૂબ બંધ પડી જાય છે અને ટ્યૂબની સાઇડમાં કાર્બનના કાળા ડાઘા દેખાય છે.’૪ ઉત્તર ઃ અમે પ્રથમ ભાગમાં ટ્યૂબલાઇટની પ્રક્રિયાની સંપૂર્ણ વ્યાખ્યા પ્રસ્તુત કરી છે તથા એમાં સ્પષ્ટ કર્યું છે કે મૂળતઃ ટ્યૂબલાઇટના કોઈપણ ઠેકાણે બળવાની ક્રિયા થતી નથી. એમાં ટ્યૂબમાં થોડા દબાણથી ભરવામાં આવેલી મર્ક્યુરી-વેપર Jain Educationa International 149 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy