SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી સમયસાર ઉપર્યુક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે :पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥३०६॥ अप्पडिकमणमप्यडिसरणं अप्परिहारो अधारणा चेव । अणियत्ती य अणिंदाऽगरहाऽसोही अमयकुंभो ॥३०७॥ પ્રતિક્રમ પ્રતિસર ધારણા, નિવૃત્તિ પરિહાર; નિંદા ગઈ શુદ્ધિ એ, અડ વિષકુંભ પ્રકાર. ૩૦૬ પ્રતિક્રમ પ્રતિસર ધારણા, નિવૃત્તિ પરિહાર; નિંદા ગહ શુદ્ધિથી, અતીત અમીઘટ ધાર. ૩૦૭ (૧) પ્રતિક્રમણ--થયેલા દોષોને છોડવા, (૨) પ્રતિસરણ-- સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરાવું, (૩) પ્રતિકરણ અથવા પરિહાર-- મિથ્યાત્વરાગાદિ દોષોને દૂર કરવા, (૪) ધારણા--પંચ નમસ્કાર આદિ મંત્ર અથવા પ્રતિમા વગેરે બાહ્યદ્રવ્યના અવલંબનથી ચિત્તને સ્થિર કરવું. (૫) નિવૃત્તિ-બાહ્ય વિષયકષાયમાં પ્રવર્તતા ચિત્તને પાછું ફેરવવું, (૬) નિંદા--આત્મસાક્ષીએ પોતાના દોષ વિચારવા, (૭) ગÚ--ગુરુસાક્ષીએ પોતાના દોષ પ્રગટ કરવા, (૮) શુદ્ધિ-- થયેલા દોષ માટે પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી. એ આઠ પ્રકારના વિકલ્પરૂપ શુભોપયોગ છે, તે સવિકલ્પ સરાગ ચારિત્ર અવસ્થામાં મિથ્યાત્વવિષયકષાય પરિણતિરૂપ અશુભપયોગની અપેક્ષાએ અમૃતકુંભ છે, પરંતુ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ લક્ષણવાળી સ્વયંશુદ્ધ ત્રીજી ભૂમિકા છે, તે ભૂમિકામાં એટલે વીતરાગ ચારિત્રમાં પ્રવર્તનારા જ્ઞાનીઓને આ શુભ ઉપયોગરૂપ પ્રતિક્રમણાદિ વિષકુંભ છે. અપ્રતિક્રમણાદિ બે પ્રકારે છે. (૧) અજ્ઞાનીજન આશ્રિત (૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy