SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મંદતા | [ ૧૪પ કયી છે? માટે પિસાવાળાને શ્રીમંત કહે છે, લેક મને શ્રીમંત કહે, એનું મારે કામેય શું છે? હું જાણું છું કે-મારી શ્રીમંતાઈ અજોડ છે, લોકેત્તર છે. મને કુટપાથ ઉપર સૂવાને વખત આવી લાગે, તે એ શ્રીમંતે બંગલામાં અને પલંગમાં સૂતાં જે સમાધિસુખને અનુભવ કરી શકતા નથી તે સમાધિસુખને અનુભવ હું કુટપાથ ઉપર સૂતાં પણ કરી શકું છું. મને ખબર છે કે ફુટપાથ ઉપર સૂનારે ય મરે છે અને બંગલામાં પતંગે સૂનારો ય મરે છે. એના શરીરને જલાવવાને ય લાકડાને અગ્નિ જોઈએ છે અને કુટપાથ ઉપર મૂનારાના શરીરને જલાવવાને એ લાકડાનો અગ્નિ જોઈએ છે.” જે આટલી વાત તમારા હૈયામાં જચી જાય, તો બેડે પાર થઈ જાય. શ્રી કુમારપાળે ભિક્ષુકપણું માગ્યું ? હવે તમારે એટલે નિર્ણય થઈ ગયે ને કે- “કદાચ ભીખ માગવી પડશે તે બીજી જગ્યાએ માગીશ. પણ એ બધાની ભીખ હું સાધુ પાસે તે નહિ જ માગું ! ત્રણલેકના નાથની પાસે જે હું માગીશ, તે એ માગીશ કે–આવી સંસારના સુખનાં સાધનોની ભીખ માગવામાંથી હું છૂટી જાઉં! સાધુઓ પાસેથી પણ હું એ જ આશા રાખીશ કે એ મારી આ અનાદિની કુટેવોથી મને છોડાવે. દેવ-ગુરુધર્મ પાસે હું મારું તેય રાજાપણું, શ્રીમંતાઈ એ વગેરે માગું જ નહિ, પણ જિનશાસનનું ભિક્ષુકપણું માગું ! શ્રી જિનશાસનનું ભિક્ષુકપણું એવું છે કે વિવેકી રાજાએ પણ એ માંગ્યું છે અને વિવેકી બનેલા રેકે પણ એ માંગ્યું છે. તમને ખબર છે કે-અઢાર દેશના રાજા એવા પણે શ્રી કુમારપાલે ભગવાનની પાસે ભગવાનનાં શાસનના ભિક્ષુકપણાની યાચના કરી હતી ? શ્રી સિદ્ધિગિરિજીનો સંઘ કાઢીને એ શ્રીસિદ્ધિગિરિ ઉપર ગયા છે. ત્યાં જઈને ભગવાનની સામે ઊભા રહેતાં નેત્રય ઠર્યા છે ને દિલે ય કર્યું છે. એ વખતે એમણે માગી માગીને એક જ માંગ્યું છે કે સ. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy