SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કરણનુગ પ્રકાશિત થયેલા ગ્રંથનું કથન કંઈક સ્થળ છે અને મધ્યમ શ્રેણવાળા માટે રચેલે આ ગ્રંથ કંઈક સૂક્ષ્મ છે. અને મૂળ ગ્રંથ તે આનાથી પણ વિશેષ સૂક્ષ્મ છે. - જટિલતા દૂર કરવા માટે આ ગ્રંથમાં ગણિતને પ્રાગ નહિ ગ્રહણ કરતાં આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપ્યું છે. કર્મના અધ્યાત્મપ્રધાન આ વિવેચનનું અધ્યયન કર્યા પછી તમે જે આ વિષયનાં મૂળ શાસ્ત્રોનું અધ્યયન કરશે તે તેના દ્વારા સકળ રહસ્ય તમારી સમજમાં આવશે. આ ગ્રંથ તમને “શાંતિપથદશન” જે જ રુચિકર લાગશે. કેઈ અનુભવી ગુરુનું શરણું જે પ્રાપ્ત થાય તે તેને જેવું ઉત્તમ કંઈ જ નથી, પરંતુ એવું સદ્ભાગ્ય પ્રાપ્ત ન થાય તે સત્સંગીઓની સાથે અધ્યયન કરવું. પરસ્પર સહગથી સમાધાન થવા સંભવ છે. આ અભ્યાસની સાથે તમે સંવેગ તથા વૈરાગ્યની વૃત્તિ માટે બાહા તથા અત્યંતર જગતના સ્વભાવનું ચિંતન પણ જરૂર કરજે. આ જ્ઞાન કેવળ બુદ્ધિગત ન રહેતાં હૃદયમાં ધારણ કરીને આગળ વધજો. જીવનનું સાક્ષાત્ ઉત્થાન બુદ્ધિથી સંભવ નથી, ભાવથી સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy