SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સવૈયા ભવસ્થિતિ નિકંદ હોઈ, કર્મબંધ મંદ હોઈ પ્રકટે પ્રકાશ નિજ, આનંદકે કંદ કો! હિતકો દર્શાવ હોઈ, વિનયકો બઢાવ હોઈ, ઊપજે અંકર જ્ઞાન, દ્વિતીયા કે ચંદ કો! સુગતિ નિવાસ હોઈ, મુગતિનો નાશ હોઈ, અપને ઉત્સાહ દાહા-ફેર કર્મ કંદ કો! સુખભરપૂર હોઈ, દોષ દુઃખ દૂર હોઈ, યા તે ગુણવંદક હે સમ્યકત્વ સુણંદ કો! અર્થાત્ જીવને જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થવાનો અવસર પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રથમ તો તેની ભવસ્થિતિ પરિપકવ થઈ હોવી જોઈએ, કર્મનો બંધ પણ ક્રોડાક્રોડ સાગરની સ્થિતિની અંદર રહી અને તે પણ મંદ રસમય રહેવો જોઈએ. સુખમાં હર્ષ નહિ, દુઃખમાં ઉદાસ નહિ, સદા આનંદમય મુખમુદ્રા હોય. તેનું અંતઃકરણ પણ સાક્ષીભૂત થઈ જાય કે હવે મારી ભલાઈનો સમય પ્રાપ્ત થયો છે. સ્વાભાવિક રીતે જ તેમનામાં વિનયભાવ, કરુણાભાવ જાગૃત થઈ જાય સર્વનું સદા કુશળ ઇચ્છે, અભિમાન અક્કડાઈ રહે નહિ, બીજના ચંદ્ર સમાન જેમના હૃદયમાં જ્ઞાનનો અંકુર ફૂટી નીકળે. આવો જીવ કોઈના દબાણથી નહિ પરંતુ પોતાના ઉત્સાહથી જ કર્મશત્રુઓની સન્મુખ ઊભો રહી મોહનીય કર્મની માયાજાળ છે તેમાં ફસાય નહિ. ઊલટું, તેનો નાશ કરવામાં તત્પર રહે, જેથી સહેજે જ તેમની દુર્ગતિ થતી અટકે અને સદ્ગતિમાં નિવાસ થાય પરિણામે તે સર્વ દુઃખોનો અંત કરી પરમ સુખી બની જાય છે. આટલા ગુણોના ધારક હોય તે સખ્યત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિતના પાંચ પ્રકાર (૧) ઉપશમ સમ્યકત્વઃ જેમ નદીમાં પડેલો પથ્થર પાણીના આવાગમનથી ઘસાઈ ઘસાઈને ગોળ બની જાય છે, તે પ્રમાણે સંસારરૂપ નદીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતો જીવરૂપ પથ્થર શારીરિક, માનસિક દુઃખોથી તથા ભૂખ, તરસ, તાપ, છેદન, ભેદન આદિ અનેક કષ્ટો દ્વારા થતી અકામ નિર્જરારૂપ પાણીથી ઘસાઈને રાગદ્વેષ રૂપ પરિણામથી ઉત્પન્ન થયેલ અનંતાનુબંધીનો ચોક અને ત્રણ મોહનીય એ સાત કર્મપ્રકૃતિ રૂ૫ ગ્રંથીને રાખથી ભારેલા અગ્નિની જેમ ઉપશમાવે - ઢાંકે, પરંતુ સત્તામાં પ્રકૃતિ રહે તેને ઉપશમ સમકિત કહે છે. ૨૭૨ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy