SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ થાનમાં મૂકી દઈએ, તે જરૂર અથડામણી થવાનો સંભવ છે. મતભેદની ખેંચાખેંચીનું કારણ આ જાતનું પણ હોય છે. પરંતુ દરેકને યથાસ્થાને ગોઠવી દેવામાં આવે તે બધી તકરારોનું મૂળ નીકળી જાય તેમ છે. બધી શાખા-પ્રશાખા નાબુદ કરીને એક મહા ધર્મ સ્થાપવાને બાલીશ યત્ન કરવા કરતાં દરેકના યથાયોગ્ય સ્થાન નક્કી કરી આપવામાં માનવસમાજ, જગત અને ધર્મની મેટ સેવા છે. આ રીતે વિકાસ ક્રમના પગથિયા પ્રમાણે સમન્વય કરીને, માનને પોતપોતાના દરજજાના ધર્મ પ્રમાણે વર્તવા દેવામાં આવ્યા પછી ખાસ અવ્યવસ્થા રહેવા પામશેજ નહિ. જો કે દરેક શાખા-પ્રશાખાની અમુક વ્યક્તિઓ શિવાયનો મેટ ભાગ એ તકરારોથી ઉદાસીન જ રહે છે. અને એમ ગર્ભિત રીતે માનેલ છે કે –“તિપિતાના દરજ્જા પ્રમાણેની શાખા-પ્રશાખામાં ગોઠવાઈ ગયા છે. અને ત્યાં સંતોષથી સ્થિર રહીને તેજ દરજજાને બરાબર પિતાના જીવનમાં પરિણત કરે, તેનાથી લાભ લે, તેજ ઘણું છે. કેદની વચ્ચે જવાની જરૂર નથી, તેમજ કોઈને વચ્ચે આવવા દેવાની પણ જરૂર નથી. આ રીતે કુદરત પિતાનું કામ કર્યું જાય છે. છતાં કેટલેક માનવવર્ગ હાલમાં ભેદને વધારે પડતું વરૂપ આપી દઈને તેનું ભયંકર ચિત્ર ખડું કરે છે, ત્યારે કેટલાક બાળે છે તેથી ગભરાઈને બુદ્ધિભેદ થવાથી ઉત્થલ પાથલમાં પડે છે, અને આખરે કોઈ પણ જાતના ધાર્મિક જીવનથી વંચિત રહી જાય છે. માટે–ગ્ય તો યુક્ત ધર્મો સૈ સાને સ્થાને સાચા છે.” એ વાત ખરી છે, પરંતુ દરેક ધર્મો સરખા છે. એ વાત ખોટી છે, શિવાયકે મહાધર્મના શાખા-પ્રશાખા રૂપે હેવાથી મહાધર્મની સામાન્યતા–સરખાપણું દરેકમાં છે. એ વાત ખોટી એટલાજ માટે કે-દરેકના દરજજાના ક્રમમાં ફેર છે. દરેક સરખા છે, એમ કહેવામાં નરી મૂર્ખતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy