SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભંગ - 1 પ્રશ્ન પ૯૦.અનંતાનુબંધિનો ક્ષય કરતાં છેલ્લા દલિકો શેમાં નાખે? ઉત્તર ચાર કષાયનો ક્ષય કરતાં કરતાં તે કષાયોના અનંતમા ભાગ જેટલા દલિકો મિથ્યાત્વ મોહનીય કર્મને વિષે નાંખે છે. પ્રભ પ૯૧.અનંતાનુબંધિના ક્ષય બાદ કઈ પ્રકૃતિનો ક્ષય કરે ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયમાં અનંતમા ભાગ જેટલા અનંતાનુબંધિના દલિકો જે નાખ્યા છે તે સાથે જ મિથ્યાત્વ મોહનીયનાં દલિકોનો તેની સાથે જ ક્ષય કરે છે. પ્રશ્ન ૫૯૨.મિથ્યાત્વનાં છેલ્લાં દલિકો શેમાં નાખે ? ઉત્તર મિથ્યાત્વનાં છેલ્લા અનંતમાભાગે જેટલા દલિકો છે તે દલિકો મિશ્ર મોહનીય પ્રકૃતિને વિષે નાંખે છે નાંખીને મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય કરે છે. પ્રથમ ૫૯૩.મિથ્યાત્વના ક્ષય થયા બાદ કઈ પ્રકૃતિનો ક્ષય કરે ? ઉત્તર મિશ્ર મોહનીયમાં જે પડ્યા છે તેની સાથે જ મિશ્ર મોહનીય કર્મનાં દલિકોનો ક્ષય કરવાનો આરંભ કરી ક્ષય કરે છે. પ્રશ્ન ૫૯૪ મિશ્ર મોહનીયના છેલ્લા દલિકો શેમાં નાખે ? તથા ત્યારબાદ કઈ પ્રકૃતિનો ક્ષય કરે છે? મિશ્ર મોહનીયના અનંતમાભાગ જેટલા દલિકો સમજ્ય મોહનીયમાં નાંખીને સર્વ મોહનીયનાં દલિકોનો ક્ષય કરવાનો આરંભ કરી તેનો ક્ષય કરતાં કરતાં સંપૂર્ણ ક્ષય કરે છે. પ્રશ્ન પ૯૫.અનંતાનુબંધિના ક્ષય બાદ ફરીથી બંધમાં આવી શકે ? શાથી ? ઉત્તર કોઈ આયુષ્ય બંધક જીવ અનંતાનુબંધિ ચારનો ક્ષય કરીને મરણ પામે તો મિથ્યાત્વ ગુણસ્થાનકના ઉદયથી ફરીથી બાંધીને સત્તા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન પ૯૬.અનંતાનુબંધિના ક્ષય પછી મિથ્યાત્વે જાય ? તો ત્યાં કેવી સ્થિતિ હોય ? ઉત્તર ક્ષયોપશમ સમકિત અનંતાનુબંધિની વિસંયોજના કે ક્ષય કર્યા બાદ પહેલા ગુણસ્થાનકે જાય તો મિથ્યાત્વના ઉદયથી અનંતાનુબંધીનો બંધ ચાલુ થતાં તે જ સમયથી સત્તા પ્રાપ્ત થાય છે પણ બંધ આવલિકા બાદ એટલે કે એક આવલિકા બાદ તેનો એટલે અનંતાનુબંધીનો ઉદય થાય છે ત્યાં સુધી ઉદય હોતો નથી. પ્રશ્ન પ૯૭.અનંતાનુબંધીના ક્ષયવાળા જીવોને શું કહેવાય ? ઉત્તર ક્ષયોપશમ સમકિતિ અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય કરી અટકી જાય તે જીવોને ખંડ ખંડ ક્ષપકશ્રેણીવાળા જીવો ગણાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy