SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રસ્ત ૩૯ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૭૧.અંગોપાંગ નામ કર્મને વિશે જઘન્યપદથી દલિ કો કઈ રીતે ? જઘન્ય પદથી ઔદારિક અંગોપાંગને વિષે સૌથી થોડા, તેનાથી વૈકીય અંગોપાંગને વિષે અસંખ્યગુણ, તેનાથી આહારક અંગોપાંગને વિષે અસંખ્યગુણ જાણવા. પ્રશ્ન ૩૭૨. આનુપૂર્વાને વિષે જઘન્યપદથી દલિકો કઈ રીતે હોય ? ઉત્તર જઘન્યપદથી નરકાનુપૂર્વી - દેવાનુપૂર્વીને દલિકો પરસ્પર સરખા પણ સૌથી થોડા, તેનાથી મનુષ્યાનુપૂર્વીના વિશેષાધિક, તેનાથી તિર્યંચાનુપૂર્વીના દલિકો વિશેષાધિક જાણવા. પ્રમ ૩૭૩. બાકીની પ્રકૃતિનાં જઘન્યપદથી દલિતોની વહેંચણી શી રીતે હોય? ઉત્તર બાકીની પ્રકૃતિના દલિકોની વહેંચણી જઘન્યપદથી જે જણાવવાની છે તે ઉત્કૃષ્ટ પદથી જે આગળ જણાવેલ છે તે મુજબ જાણવી. ગુણશ્રેણીનું સ્વરૂપ સમ્મદર સવ્ય વિરઈ અણ વિસંજોય દંસ ખવગે યા મોહ સમ સંત નવગે ખીણ સજોગિયર ગુણસેઢી ! ૮૨ | ગુણ સેઢી દલ રયાણાયુસમય મુદયાદ સંખ ગુણણાએ ! એય ગુણાપણ કમસો અસંખ્યગુણ નિજજરા જીવા ! ૮૩ / ભાવાર્થ :- સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-અનંતાનુબંધી વિસંયોજના - દર્શનમોહનીય ક્ષપક-ચારિત્ર મોહનીય ઉપશામક-ઉપશાંત મોહ-ક્ષપક-ક્ષીણમોહ-સયોગિકેવલી અને અયોગીકેવલી એમ અગિયાર ગુણશ્રેણી ગુણાકારે પ્રદેશની રચના હોય છે ૮૨ ઉપરની સ્થિતિ થકી ઉતારેલ પ્રદેશાગ્રની પ્રત્યેક સમયે ઉદય ક્ષીણ કરતાં અસંખ્ય ગુણનાએ રચના તે ગુણશ્રેણી જાણવી. વળી એ પૂર્વોક્ત ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યાત ગુણ નિર્જરાવાળા હોય છે. પ ૮૩ I પ્રશ્ન ૩૭૪.ગુણશ્રેણી કોને કહેવાય? જેમ જેમ જીવોનો અતિવિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય તેમ તેમ કાળ ઓછો થતો જાય અને દલિકો ઘણાં ગોઠવાતા જાય અને ખપતા જાય તે દલિકોની ગોઠવણ તે ગુણશ્રેણી કહેવાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy