SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ************(શ્રીવBસ્વલૂણભ- અ ******* શ્રાવકોએ વજ સ્વામી પાસે જઈ ખેદપૂર્વક આ હકીકત નિવેદન કરી, ત્યારે વજસ્વામી બોલ્યા કે-“હે શ્રાવકો! શાંત થાઓ, તમને ઉત્તેજન મળે એવો પ્રયત્ન કરીશ'. એમ કહીને તેઓ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરી નગરીના હુતાશન નામના ઉદ્યાનમાં ગયા. તે ઉદ્યાનનો તડિત નામે માળી વજસ્વામીના પિતા ધનગિરિનો મિત્ર હતો. વજસ્વામીનું દર્શન થતાં જ તે અતિશય ખુશ થયો અને અંજલિ જોડીને બોલ્યો કે-“ હે સ્વામી! આપનું હું શું આતિથ્ય કરું તે ફરમાવો'. વજસ્વામીએ કહ્યું કે-“હે ઉદ્યાનપાલક! મારે પુષ્પોની જરૂર છે, અને તે આપવા તું સમર્થ છે'. માળી બોલ્યો કે-“હે પ્રભો! અહીં દરરોજ વીશ લાખ પુષ્પો થાય છે, તે સ્વીકારી મારા પર અનુગ્રહ કરો'. વજસ્વામીએ કહ્યું કે હું જેટલામાં અન્યત્ર જઇ આવું, તેટલામાં તું પુષ્પોને તૈયાર કરી રાખ'. પછી તેઓ ત્યાંથી હિમવંત પર્વત પર ગયા, ત્યાં લક્ષ્મીદેવીએ તેમને મહાપદ્મ આપ્યું. તે લઇ તેઓ હુતાશન વનમાં આવી ત્યાંથી વીશ લાખ પુષ્પો લઇને પૂર્વભવના મિત્ર જૂભકદેવોએ વિદુર્વેળા વિમાન પર બેસીને મહોત્સવ સહિત પુરિકા નગરીમાં પધાર્યા, અને જિનશાસનની પ્રભાવના કરી. તથા ત્યાંના બૌદ્ધધર્મી રાજાને પણ પ્રતિબોધ પમાડી શ્રાવક કર્યો. આવી રીતે અનેક ભવ્યજીવોને પ્રતિબોધ પમાતા શ્રીવજસ્વામી વિચરતા છતાં દક્ષિણ દેશમાં આવ્યા. તે વખતે તેમને શ્લેખનો અત્યંત વ્યાધિ થવાથી સાધુ પાસે સૂંઠ મંગાવી, અને આહાર કર્યા પછી તે સૂઠને વાપરવાના વિચારથી પોતાના કાન પર રાખી, પણ આહાર કર્યા પછી તે સૂંઠને વાપરવી ભૂલી ગયા. સાયંકાળે પ્રતિક્રમણ વખતે મુહપત્તિ વડે કાનનું પડિલેહણ કરતાં તે સૂંઠ કાન ઉપરથી નીચે પડી, એ પ્રમાદ થવાથી પોતાનું મૃત્યુ નજીક હોવાનું વિચારી અનશન કરવાની ઇચ્છાવાળા શ્રીવજસ્વામીએ પોતાના વજન નામના શિષ્યને પાસે બોલાવી કહ્યું કે “બાર વરસનો ભયંકર દુષ્કાળ પડશે, અને જે દિવસે તું લક્ષ મૂલ્યવાળા ભાતની ભિક્ષા પામીશ તેને બીજે દિવસે પ્રભાતે સુકાળ થશે એમ સમજવું”. એ પ્રમાણે કહીને તેને અન્ય સ્થળે વિહાર કરાવ્યો. ત્યાર પછી વજસ્વામીએ પોતાની સમીપે રહેલ મુનિઓ સાથે એક પર્વત પર જઈ અનશન કર્યું, અને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. તે મહાત્મા જે પર્વત પર કાળધર્મ પામ્યા ત્યાં ઇન્દ્ર રથમાં બેસીને ભક્તિથી તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી, ત્યારથી જગતમાં તે પર્વતનું “રથાવર્ત” એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રીવજ સ્વામી સ્વર્ગે જતાં ચાર સંઘયણ અને દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. હ્યું છે કે"महागिरिः सुहस्ती च, सूरिः श्रीगुणसुंदरः । श्यामार्यः स्कन्दिलाचार्यो, रेवतीमित्रसूरिराट् ॥१॥ श्रीधर्मो भद्रगुप्तश्च, श्रीगुप्तो वज्रसूरिराट्। युगप्रधानप्रवरा, दशैते दशपूर्विणः ॥२॥ “આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તી, શ્રીગુણસુંદરસૂરિ, શ્યામાર્ય, સ્કંદિલાચાર્ય, સૂરીશ્વર રેવતીમિત્ર, શ્રીધર્મ, ભદ્રગુપ્ત, શ્રીગુપ્ત અને સૂરીશ્વર શ્રીવજસ્વામી, યુગપ્રધાનોમાં ઉત્તમ એવા એ દશપૂર્વી થયા.” હવે વજસ્વામીના શિષ્ય વજસેન વિચરતા સોપારક નગરમાં પધાર્યા. ત્યાં જિનદત્ત નામે ધનાઢ્ય શ્રાવકને ઈશ્વરી નામે પત્ની હતી, તેમને ચાર પુત્રો હતા. તે વખતે બાર વરસથી પડેલા દુષ્કાળને લીધે લોકો ધાન્ય વિના ટળવળી રહ્યા હતા. દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઇ પડ્યું હતું, તેથી જિનદત્ત ઈશ્વરી અને ચાર પુત્રોએ વિચાર કર્યો કે-“અઢળક દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઈ ગયું છે, આવું દુઃખ વેઠવા કરતાં હવે તો વિષમિશ્રિત અન્ન ખાઇને મરી જવું સારું છે. એ પ્રમાણે નિર્ણય કરી ઈશ્વરીએ લક્ષ દ્રવ્ય મૂલ્યવાળા ભાત રાંધ્યા, અને એવામાં તેમાં વિષ નાખવાને તત્પર થઈ તેવામાં વજસેન મુનિ ઘેર ગોચરી માટે પધાર્યા. આવું સુપાત્ર મળવાથી ઈશ્વરીએ હર્ષ પામી પ્રફુલ્લિત હૃદયે ભાત બહોરાવી હકીકત નિવેદન કરી. તે સાંભળી વજસેન મુનિએ કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy