SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. ૪૩ પ્રશ્ન ૨૩–એવા કયા પ્રકારના તપ હોય કે જેથી આત્મગુણની હાનિ થાય ? ઉત્તર–જે તપ આત્માને નિર્મળ કરે છે, જે તપથી કમની નિર્જરા થાય છે, જે તપ મેક્ષના ફળને આપે છે, એ જિનેક્ત તપ પ્રાપ્ત થયે છતે તે વાતને ભૂલી જઈને ચિંતામણી રત્ન વડે કાગડાને ઉડાડવા જેવું કરે છે, તેવા જીવેની દયા આવે છે કે તે બિચારા કણ તે ઘણું સહે છે, પરંતુ ફળ તે કર્મ બંધનનું જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ સંસાર ફળને વધારે છે. માટે તપના કરવાવાળાએ નીચેની વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે–તપ રૂપી ધનને લુંટારા ઘણું છે. તે અન્ય સ્થળે નહિ પણ પિતાની જ પાસે (પિતાનાજ હૃદયમાં વાસ કરીને રહેલા છે. તેજ તમારા તપ રૂપી દ્ધિને લુંટીને તમારા કરેલા તપના શુભ ફળને વિનાશ કરશે, એટલું જ નહિ પણ સંસાર ચકવાળમાં અનંતા જન્મ મરણના દુઃખમાં ઢળી પાડશે. આ ઉજળું ખડગ બીજાના નહિ પણ પિતાનાજ આત્માને વિનાશ કરશે, માટે હે તપોધન! તમારા તપ રૂપી ધનને જાળવવા માટે નીચેના બેલને તમારા હૃદયમાં વાસ થવા દેશે નહિ. સાંભળે, અજ્ઞાનતપ ૧ આશીતપ ૨ અનામતપ ૩ નિદાનતપ ૪ સ્વાર્થતપ ૫ કીર્તિતપ ૬ સરગીતપ ૭ વેતાગીતપ ૮ સરાપીત૫ ૯ કલેશીતપ ૧૦ માયિત ૫ ૧૧ અને આસુરીભાવનાતા ૧૨ આદિ તપ આત્માના ગુણની હાનિ કરનારા છે, માટે આવા પ્રકારના તપ કરી આત્માની ઋદ્ધિને તથા સદ્ગતિને નાશ કરશો નહિ – વાંચનારે ખ્યાલ કરે કે આત્માને અહિતકર્તા તપને સ્વીકાર કરતાં જે તપથી આત્માનું કલ્યાણ થાય છે અર્થાત્ આ ભવ અને પરભવમાં આરાધકપદ મળે તેવા તપના ઈચ્છક થવું. પ્રશ્ન ૨૪–વૈતાળી તપનું સ્વરૂપ શું ? ઉત્તર–વૈતાળી તપ તે, જેમ કઈ મંત્ર વિદ્યાના પ્રયોગે કઇ ઉપર મૂઠ પ્રમુખ નાખે તથા આગિયાદિક વિદ્યાથી પલીતે મુકી ગ્રામ પ્રમુખ બાળે. તેમ જે કઈ તપના પ્રવેગે પિતાના વૈરી ( દુશ્મન) ઉપર દ્વેષ ભાવ રાખી તેનું બુરું ચિંતવે, તેના ગ્રામ ગરાશિ, જાન માલ કુળ કુટુંબ, પુત્રકલત્ર ધનાદિ વસ્તુને લય ચિંતવે તેની હાનિ ચિંતવે. પરંતુ કાગતાડના ન્યાયે, કોઈના ભવિષ્ય કોઈને કોઈ પ્રકારની હાનિ થાય તે પિતાનું પરાક્રમ માને પિતાના તાપને પ્રભાવ માને જે મારા તપના પ્રભાવે એ બન્યું. એવા અધ્યવસાયવાળાને મનુષ્ય હત્યા, સ્ત્રીહત્યા, બાળહત્યા, ગર્ભહત્યા, વગેરેને દેષ માથે ચડે છે. માટે તેને વૈતાળી ત૫ જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy