SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો ૧૩૭ કાપડના પટ્ટ' પર ૧૪મી સદીમાં લખાયેલ ધર્મવિધિપ્રકરણમાં સરસ્વતીનું સુંદર ચિત્ર છે. ૧૫મી સદીમાં રચાયેલ પંચતીથી પટ્ટ' ચાંપાનેરમાં તૈયાર થયો છે. જેમાં સાત ચિત્રો છે. મંદિરના ગર્ભગૃહમાં સર્પછત્ર ધારણ કરેલ પાર્શ્વનાથજી, ગિરનાર પર્વતનું દશ્ય, સમેત શિખર અને પાવાગઢ ઉપરના મહાવીરસ્વામી મંદિરનાં ચિત્રોનું મનોહર આલેખન છે. આ પટ્ટ સંઘવી પાડાના ભંડારમાં આવેલી છે. ખંભાતમાં હાલ મુખ્ય ચાર હસ્તપ્રત ભંડારો છે. પાયચંદગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથ ભંડાર સમગ્ર ગુજરાતમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. અહીં ઈ. સ. ૧૨મી થી ૧૪મી સદી દરમ્યાન સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુચિત્રકલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય સચિત્ર હસ્તપ્રતોમાંથી મળે છે. દશવૈકાલિકસૂત્રની લઘુવૃત્તિ' હસ્તપ્રતના છેલ્લા પત્ર પરના ચિત્રમાં આસન પર બિરાજમાન આચાર્ય હેમચંદ્રાચાર્ય જમણા હાથમાં તાડપત્ર ધારણ કરી પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને પાઠ આપતા જણાય છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલ દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાળની છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળના જીવનકાળ દરમ્યાન દોરાયેલું છે. આ પ્રત ૧૨મા સૈકાની છે. શાંતિનાથ ભંડારમાં સંગૃહીત નેમિનાથ ચરિત'ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો દોરાયેલાં છે. ૧૨મી સદીની એક અન્ય સચિત્ર પ્રતમાં બે ચિત્રો છે, જેમાંના એક ચિત્રમાં પદ્માસન પર બેઠેલા મહાવીર સ્વામી અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલ ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર ચિત્રણ થયેલું છે. અમદાવાદમાં વિશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસ” ની ઈ.સ. ૧૮૨૯માં તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો વનરાજિઓનાં દશ્યો અંકિત કરેલાં છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યોનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ નોંધપાત્ર છે. દેવશાના પાડાનાં દયાવિમલજી ભંડારમાં 'કલ્પસૂત્ર' ની ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. સુવર્ણ અક્ષરોમાં લખાયેલી આ પ્રતમાં રાગ-રાગિણીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy