SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન σε સભાપીઠ પર બેઠા હોય અને ધર્મોપદેશ કરતા હોય અને સન્મુખ ભાવભક્તિપૂર્વક ઉપદેશ શ્રવણ કરતો ભક્ત સમુદાય હોય છે. તેવી જ રીતે અન્ય પ્રસંગોચિત દૃશ્યો આલેખાયેલાં હોય છે.-ગુફાઓમાં ભિત્તિચિત્રોની જેમ પરંતુ પ્રમાણમાં નાના લઘુચિત્રો વિવિધ રંગોથી શોભતા પ્રાચીન હસ્તપ્રતોમાં આપણા દેશમાં જળવાયેલા છે તેટલાં બીજા કોઈ દેશમાં મળતા નથી. આ રીતે ચિત્રકલાના ઇતિહાસ અને અધ્યયનની દૃષ્ટિથી તાડપત્રીય તેમ જ પ્રાચીન કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલાં ચિત્રો ખૂબ મૂલ્યવાન અને આકર્ષક છે. આ રીતે આપણી સાહિત્યિક સંપત્તિ ખૂબ મૂલ્યવાન બને છે. હસ્તપ્રતોને અંતે લહિયા પણ પોતાનું લખેલું પુસ્તક ચિરકાળ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરતાં જણાવે છે કે - ''तैलाद्रक्ष जलाद्रक्ष रक्षशिथिल बंधनात् । ૯૨ परहस्तगतां रक्ष एवं वदति पुस्तिका " ॥ તેનું કારણ એટલું જ કે "भग्नपृष्ठि कटिग्रीवा एकदृष्टिरधोमुखम् । ', कष्टेन लिखितं शारयं यत्नेन परिपालयेत् " ॥ લહિયા સર્વનું માંગલ્ય ઇચ્છે છે કે मंगलं भवतु सर्वसज्जने मंगलं भवतु धर्मकर्मणि । मंगलं भवतु पाठकेजने मंगलं भवतु लेखके सदा || પુસ્તકમાં કદાચ અશુદ્ધિ હોય તોપણ દોષ લહિયાને ન દેવા માટે પણ જણાવેલું છે કારણ - यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ ઉપરના શ્લોકો લહિયાની મહેનત એળે ન જાય માટે પુસ્તકનું રક્ષણ શેમાંથી કરવું તેની સલાહ ખાસ ઉપયોગી છે. मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका । अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाश्च विशेषतः । उदकानिल चौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy