SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯o] ગણધરવાદ [૨૧. ૧૩– ૨૧. ૧૩. જેનાં મૂળ–અહીં સંસારની વડવૃક્ષની સાથે તુલના કરીને રૂ૫ક કર્યું છે. જેમ વડવાઈઓનાં મૂળ ઊંચે હોય છે અને તે જમીન તરફ નીચે ફેયાય છે તેમ સંસાર એ પણ એક જ ઈશ્વરને પ્રપંચ છે તે ઈશ્વર ઉપર છે એટલે કે ઉચ્ચદશામાં છે, પણ તેમાંથી ઉત્પન્ન થનારા છ નીચી એટલે કે પતિતાવસ્થામાં છે. ૨૧, ૧૪, છન્દ–વેદને “દ' કહે છે. ૨૨. ૧. જે કંપે છે–શંકરાચાર્યની વ્યાખ્યા પ્રમાણે આત્મા વ્યાપક હોવાથી તેમાં કંપન કે ચલન ઘટતું નથી તેથી તે સ્વતઃ અચલ છતાં ચલિત જેવું જણાય છે, એમ અર્થ કર જોઈએ. દૂરને અર્થ દેશમૃત દૂર નહિ, પણ અવિદ્વાન પુરુષને માટે કરડે વર્ષે પણ પ્રાપ્ત થવું સંભવ નથી એ અર્થ માં દૂર સમજવાનું છે. વિદ્વાન પુરુષને માટે આત્મા નજીક જ છે, કારણ કે તેને તે તે સાક્ષાત જ છે. નામ-રૂપાત્મક જગત તો મર્યાદિત છે, પણ આત્મા વ્યાપક છે તેથી તેની પણ બહાર તે છે. અને આત્મા નિરતિશયપણે સૂક્ષ્મ હોવાથી બધી વસ્તુના અંતરમાં છે. ૨૨. ૧૦. જી અનેક છે–આત્મા અનેક છે એ મત ન્યાય-વૈશેષિક, સાંખ્યોગ, અને મીમાંસક તથા જેને અને બૌદ્ધોને છે. તેથી વિપરીત શાંકર વેદાંત આત્માને એક માને છે. ૨૨. ૧૫. ગા૧૫૮૨–આત્મા અનેક છે તે માટેની યુક્તિઓ માટે જુઓ સાંખ્યકારિકા-૧૮. ૨૩. ૨૫. જીવ વ્યાપક નથી-ઉપનિષદમાં આત્માને પરિમાણ વિશે જુદી જુદી ક૯૫નાએ છે-કોષીતકી ઉપનિષદમાં આત્માને શરીરવ્યાપી વર્ણવ્યા છે. તેમાં જણાવ્યું છે કે જેમ છરી તેના માનમાં વ્યાપ્ત છે તે જ રીતે પ્રજ્ઞાત્મા શરીરમાં નખ અને રોમ સુધી વ્યાપ્ત છે (૪. ૨૦), બૃહદારણ્યકમાં જણાવ્યા પ્રમાણે તે ચેખા અથવા જવના દાણા જેટલું છે એમ કહ્યું છે -૫, ૬, ૧. વિવિધ ઉપનિષદોમાં આત્માને અંગુષ્ઠ પ્રમાણ કહ્યો છે-કઠેલ૦ ૨, ૨, ૧૨; તા૦ ૩, ૧૩; ૫. ૮-૯, પણ છાન્દગ્ય ઉપનિષદમાં તેને વેંત જેવડે કહ્યો છે. પણ અનેકવાર તેને વ્યાપક રૂપે ઉપનિષદોમાં વર્ણવ્યો છે; મુંડકાળ ૧, ૧. ૬, આવાં વિરોધી મન્તવ્યો સામે આવતાં કંઈક ઋષિ તો ઉક્ત બધાં પરિમાણોવાળા આત્માનું ધ્યાન કરવાની વાત કરે છે તે કોઈ તેને અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન માનવા પ્રેરાય છે. મિટયુપનિષદ ૬, ૩૮; કઠ૦ ૧, ૨, ૨૦; છાન્દા૦ ૩, ૧૪, ૩ ન્યાય-વૈશેષિક, સાંખ્ય ગ, મીમાંસા એ બધાં દર્શનાએ તથા શંકરાચાર્ય આત્માને વ્યાપક માને છે, આથી વિરુદ્ધ જૈનોએ અને રામાનુજાદિ અન્ય વેદાનતના આચાર્યોએ જીવને ક્રમશઃ દેહપરિમાણ અને અપરિમાણ માન્ય છે. ૨૪. ૧. ઉપલબ્ધિ -જ્ઞાન વડે પ્રાપ્તિ અથવા ગ્રહણ ૨૫. ૮, ગા૦ ૧૫૯૩-૬-ઉપનિષવાકયને અહીં જે અર્થ કરવામાં આવ્યો છે તે બૌદ્ધપ્રક્રિયાને અનુસરીને કરવામાં આવ્યો છે, જેને દ્રવ્ય-પર્યાય ઉભયવાદી હોઈને એ પ્રક્રિયાને પર્યાયાશ્રિત ઘટાવી લેવામાં આવી છે, અને એ પ્રકારે વાકયને અર્થ સંગત કરવા પ્રયત્ન કર્યો છે. ૨૭. ૧૦. અન્વય-વ્યતિરેક–ઈ એક વસ્તુની સત્તાને આધારે બીજી વસ્તુની સત્તા હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy