SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૬] ગણધરવાદ [૫.૨૫ નાશના અર્થ સર્વથા અભાવ નહિ, પણુ સ્વયેાનિરૂપમાં વિલયન મળી જવુ એવા કર્યાં છે. વળી ‘વિજ્ઞાનધન' એ શબ્દથી નવુ વાકય શરૂ નથી કર્યું, પણ તે પૂર્વ વાકયનું ઉપાંત્ય પદ છે, જ્યારે પ્રસ્તુત અવતરણમાં એ જ પદથી વાકય શરૂ થાય છે. શંકરના મતે વિજ્ઞાનધનમાંથી જીવ ઉત્પન્ન થઈ તેમાં લીન થઈ જાય છે એવા અર્થ છે, જ્યારે પ્રસ્તુતમાં ભૂતામાંથી વિજ્ઞાનધન ઉત્પન્ન થાય છે અને ભૂતાના નાશ પછી તેના પણ નાશ થઈ જાય છે એવા અ ઇન્દ્રભૂતિ સમજે છે. નૈયાયિક ઉપનિષદના આ વાકયને પૂર્વ પક્ષરૂપે સમજે છે અને તેનેા અર્થ ઇન્દ્રભૂતિએ જે પ્રકારના કરરી છે તે જ લે છે यद्धिज्ञानघनादिवेदवचनं तत् पूर्वपक्षे स्थितं । पौर्वापर्य विमर्श शून्यहृदयैः सेोऽर्थे गृहितस्तदा ॥ ૬. ૧. ભૂતા—પૃથ્વી, જલ, તેજ-અગ્નિ અને વાયુ એ ચાર અથવા પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતા માનવામાં આવે છે. ૬. ૩. રૂપ—પૃથ્વી, જલ, તેજ, વાયુ એ ચાર મહાભૂતા અને તેને લઈને જે કંઈ છે તે બધું બૌદ્ધમતે રૂપ કહેવાય છે. જુએ અભિધમ્મથસંગહ, પરિચ્છેદ ૬. ૬. ૩. પુદ્દગલ—જૈના અને ખીજા દાર્શિનિકા જેને જીવ કહે છે, તેને બૌદ્ધો પુદ્ગલ કહે છે. જુએ કથાવત્યુ ૧. ૧૫૬. પૃ. ૨૬; મિલિન્દ પ્રશ્ન પૃ. ૨૭, ૯૫, ૩૦૪ આદિ અને પુગ્ગલપત્તિ જેમાં વેાના વિવિધરૂપે ભેદે પુદ્ગલને નામે કરવામાં આવ્યા છે. તત્ત્વાર્થં ૫. ૨૩. જૈન મતે પુદ્ગલના સામાન્ય અર્થ જડ પરમાણુ પદાર્થ છે, પરંતુ ભગવતીમાં (૮. ૩, ૨૦, ૨) પુદ્ગલ શબ્દ જીવ અર્થમાં પશુ વપરાયેલા છે. ૬. ૬. સશરીર આત્માને—આ અવતરણના છાંદેાગ્ય ઉપનિષદમાં જે પાઠ છે તે તેના પૂરા સંદર્ભોમાં આ પ્રમાણે છે—“ધવન્મર્ત્ય વાહ શરીરમા। મૃત્યુના તરસ્યારીરા-ડડમનેઽધિષ્ઠાનમાતો वै सशरीरः प्रियाभ्यां न वै सशरीरस्य सतः प्रियाप्रिययेोर पहतिरस्त्यशरीरं वाव सन्त न प्रियाप्रिये પ્રાત:।” ૮-૧૨-૧ આમાંના ‘વાવ સન્ત' એવા પદચ્છેદ આચાર્ય જિનભદ્ર સામે પણુ હતા. જુએ ગા. ૨૦૨૦. આ અવતરણના જિનભદ્રસંમત અ† માટે જુએ ગા. ૨૦૧૫-૨૦૨૩. આચાય શ ંકરને આ અવતરણના અર્થ એવા જ માન્ય છે જે પ્રમાણે પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે. તેમનુ કહેવુ છે કે ધર્મ અને અધમ - કૃત સુખ અને દુ:ખ એ સસારી જીવને છે, પણ મુક્તને નથી; મુક્તને તે નિરતિશય સુખ-આનંદ છે. આ અવતરણને નૈયાયિકને પણ અહીં જે અર્થ છે તે જ ઈષ્ટ છે. ન્યાયમંજરી, પૃ. ૫૦૯ ૬, ૯. સ્વગની ઈચ્છાવાળા આનુ મૂળ વાકય છાપ્યા પ્રમાણે મૈત્રાયણી ઉપનિષદમાં નથી, પણ મૈત્રાયણી સ ંહિતામાં (૧. ૮. ૭) છે. પ્રસ્તુતમાં ઉપનિષદ્મહાવાકયકેાષને આધારે ઉલ્લેખ કરેલા. એ વાકય તૈત્તિરીય બ્રાહ્મણમાં પણ છે-૨. ૧. અને તૈત્તિરીય સંહિતામાં પણ છે-૧. ૫. ૯. ૧, ૬. ૯. અગ્નિહેાત્ર—એક પ્રકારના યજ્ઞ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy