SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫] ગણુધરવાદ [ગણધર જો તે ઉત્પત્તિને કારણે કથાચિત્ અનિત્ય કહેવાતુ હાય તા ધ્રૌવ્યને કારણે ક'થચિત્ નિત્ય પણ કહેવાશે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાન એ નિત્ય છે, કારણ કે તે ઉત્પત્તિશીલ છે, ઘટની જેમ. કથ`ચિત્ નિત્ય એવા વિજ્ઞાનથી અભિન્ન હાવાથી આત્મા પણ કથંચિત્ નિત્ય થયા પછી પરલેાકના અભાવ કેવી રીતે થશે ? (૧૯૬૧) વળી, તે વિજ્ઞાનને વિનાશી સિદ્ધ કરવા ‘ઉત્પત્તિશીલ હાવાથી’ એવા જે હેતુ આપ્યા છે તે પ્રત્યનુમાન અર્થાત્ વિરોધી અનુમાન ઉપસ્થિત હાવાથી વિરુદ્વાવ્યભિચારી પણ છે; એટલે કે વિજ્ઞાનમાં તેની ઉત્પત્તિ હોવાથી અનિત્યતા તે' સિદ્ધ કરી છે અને પેાતાના હેતુને તુ' અન્યભિચારી માને છે, પણ તેથી વિરુદ્ધ નિત્યતાને સિદ્ધ કરનાર અવ્યભિચારી ખીજો પણ હેતુ છે, તેથી તારા હેતુ કૃષિત જ કહેવાય. મેતા —પ્રત્યનુમાન કેવુ` છે ? ભગવાન—વિજ્ઞાન એ સથા વિનાશી હાઈ શકે નહિ, કારણ કે તે વસ્તુ છે. જે વસ્તુ હોય તે ઘડાની જેમ એકાન્ત વિનાશી હાય નહિ, કારણુ ઘડા પણ નિત્યા- કે વસ્તુ પર્યાયની અપેક્ષાએ વિનાશી છતાં દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અવિનાશી છે. મેતા —પણ આપનું દૃષ્ટાંત ઘડે તે ઉત્પત્તિવાળા હાવાથી તેને આપ અવિનાશી કેમ કહો છે ? વિનાશી ઘટના આધારે વિજ્ઞાનને આપ કેવી રીતે સિદ્ધ કરી શકે? વિનાશી જ છે અવિનાશી (૧૯૬૨) ભગવાન—પ્રથમ એ સમજવું આવશ્યક છે કે ઘડા એ શુ' છે. રૂપ, રસ, ગધ અને સ્પશ એ ગુણ્ણા, સખ્યા, આકૃતિ, માટીરૂપ દ્રવ્ય અને જલાહરણારૂપ શક્તિ —આ બધું મળીને ઘડો કહેવાય છે. અને તે રૂપાદિ સ્ત્રય' ઉત્પાદ-વિનાશ ધ્રૌવ્યાત્મક હાવાથી ઘડાને અવિનાશી પણ કહી શકાય છે; તેા પછી તેના દાખલાથી વિજ્ઞાનને પણ અવિનાશી સિદ્ધ કરી જ શકાય છે, (૧૯૬૩) મતા.. —આ વસ્તુને જરા સ્પષ્ટ કરી તે સમજાય, ભગવાન-માટીના પડના ગાળ આકાર અને તેની શક્તિ એ ઉભયરૂપ પર્યાય જે વખતે નષ્ટ થતા હાય છે તે જ વખતે તે માટીને પડ ઘટાકાર અને ઘટશક્તિ એ ઉભયરૂપે પર્યાયસ્વરુપે ઉત્પન્ન થાય છે. આ પ્રકારે તેમાં ઉત્પાદ અને વિનાશ અનુભવસિદ્ધ છે તેથી તે અનિત્ય છે. પણ પિડમાં રહેલાં રૂપ-રસ-ગધ-સ્પર્શ અને માટીરૂપી દ્રવ્યના તા તે વખતે પણ ઉત્પાદ કે વિનાશ કશુ` જ નથી, તે તે। સદા અવસ્થિત છે; તેથી તેમની અપેક્ષાએ ઘડા નિત્ય પણ છે. સારાંશ એ છે કે માટી દ્રવ્યના એક વિશેષ આકાર અને તેની જે શક્તિ હતી તે જ અનવસ્થિત છે, એટલે કે માટી દ્રવ્ય જે પિ ́ડરૂપે હતુ. તે હવે ઘટાકારરૂપે બની ગયું, પિંડમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy