SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ મંડિક બંધ-મક્ષ ચર્ચા [૧૧૧ શકાય કે જે દ્રવ્ય પ્રતિભાગ્ય છે તેની જ પ્રતિમા બને છે, અન્યની નહિ–અને જે જીવે ભવ્ય છે તેઓ જ મોક્ષે જાય છે, અન્ય નહિ. પણ એ નિયમ ન બનાવી શકાય કે જે દ્રવ્યે પ્રતિમાગ્ય છે તેની પ્રતિમા બને જ છે, અને જે જીવે ભવ્ય છે તેઓ મેક્ષે જાય જ છે. (૧૮૩૪) અથવા, કનક અને કનકપાષાણના સંગમાં વિચગની યોગ્યતા છતાં એટલે કે કનકને કનક-પાષાણથી જુદું પાડી શકાય છે છતાં બધા જ કનક-પાષાણુથી કનક જ પડે છે એમ નથી બનતું, પણ જેને વિચગની સામગ્રી મળે છે તેથી જ કનક જ પડે છે; વળી સામગ્રી છતાં કનક સર્વ પ્રકારના પાષાણથી નહિ પણ કનકપાષાણુથી જ જ પડે છે, એટલે તે કનક-પાષાણની જ વિશેષ ચોગ્યતા મનાય છે, સર્વની નહિ; તે જ પ્રકારે ભલે બધા ભવ્ય મેક્ષે ન જાય છતાં ભવ્ય જ મોક્ષે જતા હોઈ મોક્ષની ચોગ્યતા ભવ્યમાં જ મનાય છે, અને કેઈ પણ અભવ્ય જતો નથી તેથી અભયમાં મેક્ષે જવાની યોગ્યતાને અસ્વીકાર કરવામાં આવ્યો છે. (૧૮૩૫-૩૬) મંડિક-મોક્ષની ઉત્પત્તિ જે ઉપાયથી થતી હોય તો મોક્ષને કૃતક-જન્ય માન પડે છે. અને જે કૃતક હોય છે તે નિત્ય નહિ પણ અનિત્ય હોય મેક્ષ કૃતક છે; તેથી ઘટાદિની જેમ કૃતક હોવાથી મોક્ષને પણ અનિત્ય માન છતાં નિત્ય જોઈએ. ભગવાન–જે કૃતક હોય તે અનિત્ય જ હોય એ નિયમ વ્યભિચારી છે, કારણ કે ઘટાદિને પ્રäસાભાવ કૃતક છતાં નિત્ય છે. પ્રવંસાભાવને જે અનિત્ય માનવામાં આવે તે પ્રર્વાસાભાવનો અભાવ થઈ જવાથી ઘટાદિ પદાર્થો પુનઃ ઉપસિથત થઈ જાય; માટે પ્રવંસાભાવ કૃતક છતાં નિત્ય જ છે; તે જ પ્રકારે મોક્ષ પણ કૃતક છતાં નિત્ય માનવામાં શો વાંધે છે? (૧૮૩૭) મંડિક–પ્રäસાભાવ તો અભાવરૂપ હેવાથી અવસ્તુ છે, તેથી તેના ઉદાહરણથી ઉક્ત નિયમને બાધ ન થઈ શકે, ભગવાન-પ્રદર્વિસાભાવ એ માત્ર અભાવરૂપ નથી, પણ ઘટવિનાશથી વિશિષ્ટ એ પુદગલસંઘાતરૂપ ઘટપ્રદર્વિસાભાવ હોવાથી તે ભાવરૂપ વસ્તુ છે, એટલે તે ઉદાહરણ બની શકે છે. ' (૧૯૩૮) અથવા તો એ વાતને પણ જવા દે. તારા પ્રશ્નનું સમાધાન હું બીજી રીતે કરું છું. તે મોક્ષને કૃતક કહ્યો છે. અને કૃતક હેવાથી મોક્ષ મક્ષ એકાન્તભાવે અનિત્ય હવે જોઈએ એવું તારું અનુમાન છે. પણ મેક્ષને અર્થ કૃતક નથી એટલે જ છે કે જીવથી કમ છૂટાં પડી જાય છે. એટલે હું તને પૂછું છું કે કર્મ પુદ્ગલે જીવથી માત્ર છૂટાં પડી ગયાં તેથી જીવમાં એકાંતરૂપે એવું શું થઈ ગયું જેથી તુ મોક્ષને કૃતક કહે છે ? જેમ આકાશમાં રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy