SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ (ગણધર ભગવાન–શરીરવાળો ઈશ્વર–એમ તે કહ્યું, પણ ત્યાં જ મારે પ્રશ્ન છે કે તે ઈશ્વરે પિતાનું શરીર સકર્મ થઈને રચ્યું કે અકમ થઈને. અકર્મ થઈને ઈશ્વર પિતાનું શરીર રચી શકે નહિ, કારણ કે જીવની જેમ તેની પાસે ઉપકરણને અભાવ હેવાથી—વગેરે બધી પૂર્વોક્ત દલીલ અકર્મ ઈશ્વરની શરીરરચના ન સંભવે એ સિદ્ધ કરવા ઉપસ્થિત કરી શકાય છે. જે તું એમ કહે કે બીજા ઈશ્વરે તેના શરીરની રચના કરી છે તો તે વિશે પણ પૂછવાનું કે તે સશરીર છે કે અશરીર. જે તે શરીર હોય તો તે ઉપકરણ રહિત લેવાથી શરીરરચના કરી શકે નહિ–ઈત્યાદિ બધા પૂક્તિ દોષાની આપત્તિ છે; અને જે ઈશ્વરના શરીરની રચના કરનાર બીજા કોઈ ઈશ્વરને તું શરીર માનતો હોય તે ત્યાં તેના પિતાના જ શરીરને તે જે અકર્મા હશે તે રચી શકશે નહિ; તો પછી બીજાના શરીરને રચવાનું તે દૂર રહ્યું. તેના શરીરની રચના માટે વળી એક ત્રીજે ઈશ્વર માનવામાં આવે તો તેના વિશે પણ પૂર્વોક્ત પ્રશ્નપરંપરા ઊઠે. આ પ્રકારે અનવસ્થા હોવાથી ઈશ્વરને જે અકર્મા માનીએ તો તેનાથી દેહાદિ વચિત્ર્ય સંભવે નહિ; અને ઈશ્વરને જ સકર્મા માનીએ તો પછી જીવ જ સકમ હોઈને દેહાદિને ચે છે એ જ માનવું યુક્તિયુક્ત છે. વળી જીવના શરીરઆદિને રચવામાં ઈશ્વરને જે કશું જ પ્રોજન ન હોય છતાં તે રચના કરે તો તે ઉન્મત્ત જેવો જ હવે જોઈએ. અને જે તેને પણ કઈ પ્રોજન હોય તે તે ઈશ્વર જ શાને કહેવાય? એ અનીશ્વર થઈ જાય. વળી જે ઈશ્વરને અનાદિ શુદ્ધ માનવામાં આવે તો પણ શરીરઆદિની રચના સંભવે નહિ, કારણ કે તે રોગરહિત છે. રાગ વિના તો ઇચ્છા થાય નહિ અને ઈરછા વિના રચના સંભવે નહિ, માટે ઈશ્વરને દેહાદિ વિચિયને ર્તા નહિ પણ સકર્મ જીવને તેને કર્તા માને જોઈએ. આ પ્રકારે કર્મ સિદ્ધ થાય છે. (૧૬૪૨) અગ્નિભૂતિ–૪૧ વિજ્ઞાનને પૂર્વ પ્રખ્યઃ” ઈત્યાદિ વેદવાકથી એમ જણાય છે કે આ શરીરાદિ વૈચિત્ર્યની ઉત્પત્તિ સ્વાભાવિક છે–સ્વભાવથી થાય છે, તેના કારણરૂપે કર્મ જેવી કોઈ વસ્તુ માનવાની આવશ્યકતા નથી. ભગવાન–સ્વભાવથી જ બધાની ઉત્પત્તિ માનવા જતાં પણ બહુ દોષ આવે છે અને વળી એ વેદવાક્યોને તું જે અર્થ સમજે છે તે અર્થ છે સ્વભાવવાદનું પણ નહિ; માટે સ્વભાવથી જ જગચિય થાય છે એ પક્ષ નિરાકરણ અયુક્ત છે. ૧. જુઓ ગાથા ૧૫૫૩, ૧૫૮૮, ૧૫૯ર-૯૪, ૧૫૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy