SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ દાન કરવાથી દાતા પિતાના આ લેકને તે સુધારે જ છે, પણ પ્રેત થયેલા પોતાના સંબંધીને ભવ સુધારે છે, એમ તિવત્યુના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું છે. પ્રતા પૂર્વ જન્મના ઘરની ભીંત પાછળ આવીને ઊભા રહે છે, ચેકમાં કે રસ્તાને ખૂણે આવીને ઊભા રહે છે. ખાસ કરીને તેઓ જ્યારે મોટો ભેજનસમારંભ હોય ત્યારે આવે છે. પરંતુ લેકે જે તેમને સંભારીને કશું જ આપતા નથી તે દુઃખી થાય છે અને જો તેમને સંભારીને આપે છે તો નારને આશીર્વાદ આપે છે, કારણ કે પ્રેતકમાં વ્યાપાર કે કૃષિ નથી જેથી તેમને ખાવા મળે. આ લોકમાં જે તેમને ઉદેશીને દેવામાં આવે તેના આધારે જ તેઓનું જીવન નભે છે, ઇત્યાદિ હકીકત પિતવત્થમાં આપવામાં આવી છે. પ્રતના નિવાસ કાતરિક નરકમાં પણ છે. ત્યાંના પ્રેતો ૬ કેશ ઊંચા છે. મનુષ્યલોકમાં નિઝામતરહ જાતિના પ્રેત રહે છે. આ પ્રેતના શરીરમાં સદા બળતરા હોય છે, એઓ સદા ભ્રમણશીલ છે. આ સિવાયના ખુપિપાસ, કાલ કજક, ઉત્પજીવી એ નામની પણ પ્રેત જાતિઓને ઉલેખ પાલિ ગ્રન્થમાં છે. જનસંમત પરલોક જિનાએ બધા સંસારી જીવોને સમાવેશ મનુષ્ય, તિર્યંચ, નારક, દેવ એ ચાર ગતિઓમાં કર્યો છે. મનુષ્ય મરીને એ ચારમાંથી કોઈ પણ યોનિમાં પિતાના કર્માનુસારે ગતિ કરે છે. અહીંયાં જૈનસંમત દેવ અને નારક લોક વિશે કહેવાનું અભિપ્રેત છે. વિના જનમતે ચાર નિકા છે-૧ ભવનપતિ, ૨ વ્યંતર ૩ તિષ્ક અને ૪ વૈમાનિક તેમાં ભવનપતિ નિકાયના દેવોને નિવાસ જંબદ્વીપના મેરુ પર્વતની નીચે ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. પણ વ્યંતર નિકાયના દેવોને નિવાસ ત્રણેય લોકમાં છે. જ્યોતિષ્કનિકાયના દેવો મેરુ પર્વતના સમતલ અભાગથી સાતસો નેવું' જનની ઊંચાઈથી શરૂ થતા તિઋક્રમાં છે. એ નિશ્રક ત્યાંથી માત્ર એકાદસ યોજન જેટલું છે. વિમાનિકે જ્યોતિશ્ચક્રથી પણ ઊંચે અસંખ્યાત જનની ઊંચાઈ પછી ઉત્તરોત્તર એકથી ઉપર બીજા એમ વિમાનમાં રહે છે. ભવનવાસી નિકાયના દેવના દશ ભેદ છે તે આ-અસુરકુમાર, નાગકુમાર, વિઘુમાર, સુપણ કુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિપકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર વ્યતરનિકાયના દેવોને આઠ પ્રકારે છે–કિનર, કિપુરુષ, મહેરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. તિષ્ક દેવોના પાંચ પ્રકાર છે–સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા. વિમાનિક દેવનિકાયમાં કો૫૫ન અને કપાતીત એમ બે ભેદ છે. તેમાં કો૫૫નમાં સૌધર્મ અશાન, સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મક, લાક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અમૃત એ બાર ભેદ છે. અને બીજે મતે તે સાળ છે. ૧. પેતવત્યુ ૧, ૫ ૨. બુદ્ધિસ્ટ કનસેશન ઓફ સ્પિરિટ્સ, પૃ. ૪૨ ૨. બ્રહ્મોત્તર, કાપિષ્ઠ, શુક્ર, શતાર–એ યાર અધિક નામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy