SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ આમાંની પ્રથમ ચાર ધાતી કહેવાય છે, તે એટલા માટે કે તેથી અમાના ગુણને ધાત થાય છે. અને અંતિમ ચાર અધાતી કહેવાય છે, તે એટલા માટે કે તેથી આત્માના કોઈ ગુણને ધાત નથી થતા, પણ આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ નથી તે રૂપમાં આ માને લાવી મૂકે છે. સારાંશ એ છે કે ઘાતકર્મનું કાર્ય આત્માનું જ સ્વરૂપ છે તેને ઘાત કરવો અને અધાતીનું કાર્ય એ છે કે આત્માનું જે સ્વરૂપ નથી તે કરી દેવું. જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણને વાત કરે છે અને દર્શનાવરણ દર્શનગુણને. તવરુચિ અથવા સમ્યકત્વ ગુણને ઘાત દર્શનમોહનીય કરે છે અને પરમ સુખ કે સમ્યફચારિત્રને ધાત ચારિત્રમેહનીય કરે છે. વીર્યાદિ શક્તિનો પ્રતિઘાત અંતરાય કરે છે. આ પ્રમાણે આત્માની વિવિધ શક્તિઓને ઘાત ઘાતકર્મો કરે છે. આત્મામાં અનુકૂળ કે પ્રતિકૂળ વેદનાને આવિર્ભાવ કરવો તે વેદનીયનું કાર્ય છે. આત્માને નારાકાદિ વિવિધ ભવની પ્રાપ્તિ અને સ્થિતિ આયુકમ દ્વારા થાય છે. અને છોને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિની પ્રાપ્તિ નામકર્મનું કાર્ય છે અને જીવોમાં ઉચ્ચત્વ-નીચત્વ ગોત્રકર્મને લઈને થાય છે. ઉક્ત આઠ મૂલ પ્રકૃતિના ઉત્તર ભેદેની સંખ્યા બંધની અપેક્ષાએ ૧૨૦ છે તે આ પ્રમાણે –જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણને નવ, વેદનીયના બે, મોહનીયના ૨૬, આયુના ચાર, નામના ૬૭, ગોત્રના બે અને અનંતરાયના પાંચ. તેનું વિવરણ આ પ્રમાણે—મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્વયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણએ પાંચ જ્ઞાનાવરણે છે. ચક્ષુર્દશનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્વાદ્ધિ એ નવ દર્શનાવરણઃ સાત અને અસાત એ બે પ્રકારનું વેદનીય; મિથ્યાત્વ; અનતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ; અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન માયા અને લેભ; સંજવલન ક્રોધ, માન, માયા અને લોભ,-એ સોળ કષાય; સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ; અને હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા એ હાસ્યાદિ ષટ્રક ૬, એ નવને કષાય મળીને ૨૬ ભેદે મોહનીયના છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારના આયુ; નામ કર્મના ૬૭ ભેદે આ પ્રમાણે છે–નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ; એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચ જાતિ, ઔદારિક, વક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર; ઔદારિક, ક્રિય, આહારક એ ત્રણનાં અંગોપાંગ; વજsષભનારાયસંહનન, ઋષભનારાયસંહનન, નોરાસં), અર્ધનારાયસંહનન, કલિકાસંહનન, સેવાર્તસહનન-એ છ સંહનન; સમચતુરર્સ, ન્યગ્રોધ, સાદિ, કુજ, વામન, હુંડ-એ છ સંસ્થાન; વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એ વર્ણાદિ ચાર; નરકાદિ ચાર આનુપૂર્વી; પ્રશસ્ત અને અશસ્ત એ બે વિહાયોગતિ; પરઘાત, ઉચ્છવાસ, આત૫, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થ, નિર્માણ, ઉપધાત એ આઠ પ્રત્યેક પ્રકૃતિ; ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ એ ત્રસદશક; અને એથી વિપરીત સ્થાવર દશક તે-સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, અસુભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ; ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એ ગોત્રના બે ભેદ છે. અને દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યંતરાય, એ પાંચ અંતરાયકર્મના ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy