SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જ, અવધિજ્ઞાનની પ્રતિકૃતની સાથે કાલથી, વિપર્યયથી અને સ્વામીત્વથી સમાનતા હોવાથી મતિશ્રુત પછી અવધિજ્ઞાનને નંબર રાખવામાં આવ્યું છે. પ્ર. અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનને નંબર કેમ રાખે છે? જ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બંનેમાં છસ્થપણાની, વિષયતાની, ભાવની અને પ્રત્યક્ષતાની સમાનતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનને નંબર રાખ્યો છે. પ્ર. મન:પર્યવ પછી કેવળજ્ઞાનને નિર્દેશ શા માટે? * જ. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ બંને જ્ઞાને યતિને (સત્યાગીને) થતાં હોવાથી યતિપણાની સમાનતા હાવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાનને રાખવામાં આવ્યું છે અથવા બીજા બધા જ્ઞાનના અવસાન થતું હોવાથી છેલ્લો નંબર કેવળજ્ઞાનને રાખવામાં આવેલ છે. પ્ર. પાંચ જ્ઞાનમાંથી એકસાથે જીવને કેટલા જ્ઞાન હોય? * જ. એકસાથે જીવને વધુમાં વધુ ચાર જ્ઞાન હોય, તે શરૂઆતનાં ચાર જ્ઞાન હોય. અને એક હાય ત્યારે ફક્ત કેવળજ્ઞાન જ હોય. - પ્ર. મતિજ્ઞાન વિષય કેટલે ? (મતિજ્ઞાનથી કેટલું જાણી શકાય?) જ. મતિજ્ઞાનથી સર્વદ્રવ્ય અને અસર્વ પર્યાયે (કેટલાક પર્યાય) જાણી શકાય. .. પ્ર. શ્રુતજ્ઞાનને વિષય કેટલે ? - જ. મતિજ્ઞાનની માફક જાણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy