SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિનો ઉપાય | સર્વવિદ્યા અને મંત્રોની સિદ્ધિ, નમસ્કારનું ધ્યાન સિદ્ધ થવાથી થાય છે. શ્રી નવકાર મહામંત્ર સર્વની આદિમાં ભણાય છે. તેનું કારણ સર્વકર્મોમાં શિરોમણિભૂત મોહનીયકર્મ છે, તેનો ક્ષય કરવાનું અસાધારણકારણ નમસ્કારમંત્ર છે. મોહનીયમાં પણ મિથ્યાત્વમોહનીય અને માનમોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણિભૂત છે, તેનો નાશ કરવાનું સામર્થ્ય નમસ્કાર મંત્રમાં છે તેથી તે સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મંત્ર ગણાય છે. મદ, માન અને મિથ્યાત્વનો ક્ષય વિનય, નમ્રતા અને સરળતાગુણથી જ સધાય છે. એ સિવાય બીજા બધા પ્રયત્નો, તે દોષોને વધારનારા જ થાય છે. મદ, માન અને મિથ્યાત્વનો નિગ્રહ વિનય, નમ્રતા અને સરળતા વડે થયા બાદ અન્યમંત્રોથી જે વિદ્યા અને શક્તિ મળે છે, તે પણ મોહની વૃદ્ધિ કરવાને બદલે મોહકર્મોનો અધિકાધિક ક્ષય કરવા સમર્થ થાય છે. માટે નમસ્કારની સિદ્ધિમાં જ અન્ય સર્વશાસ્ત્રોની, મંત્રોની અને વિદ્યાઓની સિદ્ધિ રહેલી છે. તે કારણે શ્રી નમસ્કારમંત્રની આરાધનામાં મુમુક્ષુ આત્માઓએ સર્વપ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને તે મંત્રની સિદ્ધિ કરીને સાળકર્મનો ક્ષય સાધવો જોઈએ. સર્વશ્રેષ્ઠ શ્રી નવકારમંત્ર માનવમાત્રને હિતાહિતનો વિવેક કરી શકે તેવી બુદ્ધિ સાંપડી છે, પણ વાસના-તૃષ્ણાજન્ય સંસ્કારોથી તે બુદ્ધિ અસત તરફ દોરી જાય છે. તેના પરિણામે અસવિચાર અને અસત્કર્મોની પરંપરા સર્જાય છે અને દુઃખ, શોક, ચિત્તા, ભય તેમ જ વિષાદનું વાતાવરણ સર્જાય છે. તેનો અંત તો જ આવી શકે કે જો બુદ્ધિ સત તત્ત્વ તરફ દોરાય અને તેમાંથી સવિચાર અને સત્કર્મોની પરંપરા સર્જાય. સન્મત્ર તે કહેવાય કે જે બુદ્ધિ તરફ લઈ જવા માટેનું કાર્ય કરે. નમસ્કારમંત્ર બુદ્ધિ, સવિચાર અને સત્કર્મોની પરંપરા સર્જે છે. સદ્ગદ્ધિ એટલે સર્વના હિતની બુદ્ધિ. સદ્વિચાર એટલે સર્વનું હિત થાય તેવી માનસિકવૃત્તિ અને સત્કર્મ એટલે સર્વનું હિત થાય તેવી શુભક્રિયા. નમસ્કારમંત્રમાં જેને નમવામાં આવે છે તે સત્કર્મ, સવિચાર અને સબુદ્ધિથી ભરેલા છે, તેથી તેનું સ્મરણમાત્ર બુદ્ધિને સત તત્ત્વ તરફ દોરી જાય છે, અજ્ઞાન અવિદ્યાનો નાશ કરે છે અને સદ્વર્તન-સદાચારની વૃદ્ધિ કરે છે. નમસ્કારમંત્ર એ સન્મતિદાયક સર્વશ્રેષ્ઠમંત્ર છે. તેથી બુદ્ધિ સ્થિર, સૂક્ષ્મ અને શુદ્ધ થાય છે. આત્મધ્યાનનું સાધન શ્રી નવકાર ચૌદપૂર્વનો સાર છે, ચૌદપૂર્વને જે કહેવું છે તે શુદ્ધ આત્મા છે. શુદ્ધઆત્માને જણાવનાર જે શ્રુત છે તે પણ આત્મા જ છે. કહ્યું છે કે શ્રુતજ્ઞાનના બળથી જે સંપૂર્ણ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે. ચૌદપૂર્વધર શ્રુતકેવળી કહેવાય છે તે વ્યવહારથી છે, નિશ્ચયથી તો શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. તેથી શ્રુતજ્ઞાન વડે આત્મા આત્માને જ જાણે છે. નવકાર વડે પણ આત્માનું જ જ્ઞાન થાય છે. નવકાર એ શ્રત છે અને શ્રુત એ આત્મા છે. નવકારરૂપી શ્રુત વડે પંચપરમેષ્ઠિનું જ્ઞાન થાય છે અને પંચપરમેષ્ઠિ એ આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. તેથી નવકાર વડે શુદ્ધઆત્માને જ જાણવાનો છે. નવકાર વડે જાણવાની વસ્તુ આત્મા છે અને જાણનાર પણ આત્મા જ છે. તેથી નવકાર એ ચૌદપૂર્વનો સાર છે ચૌદપૂર્વ પણ આત્માને જણાવે છે તથા નવકાર પણ આત્માને જ જણાવે છે. તેથી બંને વડે એક જ વસ્તુનું રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy