SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની સમાન છે એવી સ્થિરબુદ્ધિ ઉત્પન્ન થવાથી જીવોની સંઘના, પરિતાપનાદિ પીડાનો પરિહાર થાય છે. એથી આશ્રવ દ્વારનું વિસર્જન થાય છે, સંવરભાવની પ્રાપ્તિ થાય છે અને અત્યંત વિષયતૃષ્ણાના ત્યાગરૂપી દમ તથા તીવ્ર ક્રોધકંતિના ત્યાગરૂગ શમગુણનો લાભ થાય છે. અષાયતાથી સમ્યક્ત્વગુણનો લાભ થાય છે અને તેથી જીવાદિ પદાર્થોનું સંદેહ-વિપસરહિત સંવેદનાત્મક વિશિષ્ટ અનુભવજ્ઞાન થાય છે. તેવું જ્ઞાન થવાથી અહિતકારી આચરણનો ત્યાગ અને જ્ઞાન-ધ્યાનાદિ હિતકારી આચરણમાં ઉદ્યમ થાય છે તથા સર્વોત્તમ ક્ષમાદિ દશવિધ યતિધર્મોમાં આસક્તિ થાય છે. તેથી સર્વોત્તમલમાં અને સર્વોત્તમ મૃદુતાદિ ગુણોનું પાલન થાય છે. સ્વાધ્યાય-ધ્યાન સહિત સર્વોત્કૃષ્ટ સંયમધર્મનું પાલન પરંપરાએ મુક્તિનાં સુખ અપાવે છે. એ બધાનું મૂળ ઈષ્ટ દેવતાને કરાયેલો નમસ્કાર છે તથા દેવતાના નમસ્કારપૂર્વક થતું સામાયિકથી માંડી બિંદુસાર પર્વતનું શ્રુતજ્ઞાનનું આરાઘન છે. પંચનમસ્કારરૂપી પરમધર્મ पंच-नमुक्कारो खलु, विहिदाणं सत्तिओ अहिंसा य । इंदियकसायविजओ, असो धम्मो सुहपओगो ॥१॥ - ઉપદેશપદ, ગા. ૧૯૮ અર્થાત્ નર-નારકાદિ પરિભ્રમણરૂપ સંસાર એ પારમાર્થિક વ્યાધિ છે. સર્વ દેહધારી પ્રાણીઓને એ વ્યાધિ સાધારણ છે. શુદ્ધ ધર્મ તેનું ઔષધ છે. ગુરુકુળવાસમાં વસવાથી અને ગુરુ આજ્ઞા મુજબ જીવન જીવવાથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મનાં ચાર લક્ષણો છેઃ ૧. વિધિયુક્ત દાન, ૨. શક્તિ મુજબ સદાચાર, ૩. ઈન્દ્રિયકષાયનો વિજય અને ૪. પંચપરમેષ્ઠિનમસ્કાર. અન્યત્ર ધર્મના ચાર પ્રકારો દાન, શીલ, તપ અને ભાવ કહ્યા છે. તેને જ આ ગાથામાં જુદી રીતે કહ્યા છે. વિધિયુક્ત દાન તે દાનધર્મ છે, શક્તિ મુજબ સદાચાર તે શીલધર્મ છે, ઈન્દ્રિયકષાયનો વિજય તે તપધર્મ છે અને પંચપરમેષ્ઠિનમસ્કાર તે ભાવધર્મ છે. ભાવ વિનાના દાનાદિ જેમ નિષ્ફળ કહ્યા છે, તેમ પંચનમસ્કાર વિનાનાં દાનાદિ પણ નિષ્ફળ છે. તેથી બધા ધર્મોને સફળ બનાવનાર પંચનમસ્કાર એ પરમધર્મ છે. મંગલ, ઉત્તમ અને શરણની સિદ્ધિ નમસ્કારભાવ આત્માને મનની આધીનતામાંથી છોડાવે છે. મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા નમસ્કારભાવમાં છુપાયેલી છે. ધર્મની અનુમોદનારૂપ નમસ્કાર એ ભાવધર્મ છે. અન્યનો આભાર ન માનવામાં પણતાદોષ કારણભૂત છે. નમસ્કારભાવ એ સમ્યગ્દષ્ટિને મન સદ્વ છે, સમ્યજ્ઞાનીને મન સદગુરુ છે અને સમ્યક્ષ્યારિત્રીને મન સદ્ધર્મ છે. નમસ્કારભાવ સિવાય માનસિકભેદભાવ ટળતો નથી અને તે જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી અહંકારભાવ ગળતો નથી. અહંકારનું ગળવું એ જ ભેદભાવનું ટાળવું છે. ભેદભાવ ટળ્યા વિના અને અભેદભાવ આવ્યા વિના જીવ, જીવને જીવરૂપે કદી ય ઓળખી શકતો નથી, આવકારી શકતો નથી અને ચાહી શકતો નથી. અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૯ C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy