SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્ત રીતે રહેલું છે, તેમ મંત્રમાં તેના દેવતાનું દિવ્યસામર્થ્ય દિવ્યતેજ ગુપ્ત રીતે રહેલું છે. અનુકૂળ દ્યોતન દ્વારા તેને પ્રકટાવી શકાય છે. સાધકના આત્માને દિવ્યતા અપાવે તે દેવ. દેવતા, ઋષિ, છંદ તથા વિનિયોગ મંત્રની આ ચાર વસ્તુઓ અગત્યની છે. જપને યજ્ઞ પણ કહે છે. જપયજ્ઞમાં હોમવાનો પદાર્થ અહંકારભાવ છે. અહંકારભાવના કારણે જ જીવનું શિવસ્વરૂપ વિસારે પડ્યું છે. આત્મારૂપી દેવની આગળ જીવનો અહંકારભાવ ધરી દેવાનો છે. આ ક્રિયા જ ચિત્તપ્રસાદને પ્રકટાવે છે. મંત્રજાપ સાથે મંત્રદેવતાનું અને તે મંત્ર આપનાર સદ્ગુરુનું ધ્યાન ખ્યાલમાં રહેવું જોઈએ. નમઃ' શબ્દનું ઉચ્ચારણ થતાંની સાથે જ મન, વાણી અને શરીર ઇષ્ટને સોંપાઈ જવા જોઈએ. તે ત્રણેય ઉપર મારાપણાનું અભિમાન છૂટી જવું જોઈએ. આ અભિમાન જેમ જેમ છૂટે છે તેમ તેમ મંત્રદેવતા સાથે એકતા સધાય છે. જેટલા અક્ષરનો મંત્ર હોય, તેટલા લક્ષ જાપ કરવાથી એક પુરશ્ચરણ થાય છે. ઉપાસ્ય દેવતાના સાક્ષાત્કાર માટે આવા પુરશ્ચરણોની ખાસ જરૂર હોય છે. પુરશ્ચરણ વખતે ઉપાસકની અનેક પ્રકારની કસોટી થાય છે. તે વખતે ક્ષોભ ન પામતાં ધૈર્યધારણ કરનારને મંત્ર સાક્ષાત્કાર થાય છે. જાત ઉપર કાબૂ મેળવવાનો મહામંત્રી વિશ્વ ઉપર કાબૂ મેળવવા માટે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો જોઈએ. પોતાની જાત ઉપર કાબૂ મેળવવા માટે પોતાની પાંચેય ઈન્દ્રિયો અને છઠ્ઠા મન ઉપર કાબૂ મેળવવો જોઈએ. ઈન્દ્રિયો અને મન ઉપર કાબૂ ત્યારે જ આવે કે જ્યારે તેમાં વિલસી રહેલું ચૈતન્ય તેથી જુદું છે અને પોતાની શક્તિ વડે તે બધાનું સંચાલન કરી રહેલું છે એવો બોધ સ્પષ્ટ થાય. જે ખાતો નથી અને ખવડાવે છે, જે પીતો નથી અને પિવડાવે છે, જે સૂતો નથી અને સૂવડાવે છે, જે પહેરતો નથી અને પહેરાવે છે, જે ઓઢતો નથી અને ઓઢાડે છે, જે બેસતો નથી અને બેસાડે છે, જે ઊઠતો નથી અને ઉઠાડે છે, જે ચાલતો નથી અને ચલાવે છે, જે જોતો નથી અને દેખાડે છે, જે સાંભળતો નથી અને સંભળાવે છે, જેને આપણે ભૂલી જઈએ છીએ છતાં જે કદી આપણને ભૂલતો નથી, જે બધી ઈદ્રિયોમાં અને મનમાં ચૈતન્ય પૂરું પાડે છે અને છતાં તે બધાથી પર છે તે જ ધ્યેય છે, તે જ ઉપાસ્ય છે અને તેજ આરાધ્ય છે, તે જ લોકમાં મંગલ, ઉત્તમ અને શરણ્ય છે, તે જ સ્મરણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છે એવો નિશ્ચય જ્યારે દઢ થાય છે ત્યારે પાંચેય ઈદ્રિયો અને મન ઉપર તથા પોતાની સમગ્ર જાત ઉપર જીવ કાબૂ મેળવે છે. મહામંત્રની ઉપાસનામાં પરમધ્યેય તરીકે તે પરમતત્ત્વની જ એક ઉપાસના વિવિધ રીતે થાય છે. તેથી તેનો જાપ અને સ્મરણ સતત કરવા યોગ્ય છે. “નમો પદ વડે પરમાત્માની નજીક જવાય છે. હું પદ વડે પરમાત્મામાં પકડ આવે છે. ‘તા પદ વડે પરમાત્મામાં એકાગ્રતાની બુદ્ધિ થાય છે. સમગ્ર ત્રણેય પદ વડે અને તેની અર્થભાવના વડે પરમાત્માની સાથે એકત્વ અભેદનો અનુભવ થાય છે. તેથી “નમો રિહંતા' એ મહામંત્ર છે. અનુશાકિરણ ૩ - ૩૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy