SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ આગમોનો અર્ક : નમામિ અને નમામિ શa/ નમામિ' અને “ખમામિ' આ બે શબ્દો શ્રી જિનાગમોના અર્કસમાન છે. જીવમાં રહેલું શુદ્ધત્વ નમનીય છે અને અશુદ્ધત્વ ખમનીય છે. જીવત્વ આદરણીય છે અને કર્મને કારણે આવેલું જડત્વ ક્ષત્તવ્ય છે. જીવરાશિના બે વિભાગ છે: ધર્મ પામેલા અને ધર્મ નહિ પામેલા. ધર્મને પામેલા જીવોની સાથે “નમ' શબ્દપ્રયોગ સાર્થક છે ધર્મ નહિ પામેલ જીવોની સાથે “ ઉમરે ' શબ્દપ્રયોગ સાર્થક છે. “મિનિ એટલે પોતાના કરેલા અપરાધોની ક્ષમાપના અને તે જીવોના પોતાના પ્રત્યે થયેલા અપરાધોને પણ સહન કરવાની વૃત્તિ. જીવમાત્ર પ્રત્યે એક “ નમામિ ” અને બીજો “ રવમાનિ ” એ બે શબ્દોનો વ્યવહાર હોવો જોઈએ. શાસ્ત્રોક્ત આરાધકભાવ નમન અને ' શબ્દોમાં રહેલો છે. नमामि सव्व-जिणाणं, खमामि सव्व-जिवाणं । નમન ' શબ્દ સુકૃતાનુમોદનના અર્થમાં છે અને મને ' શબ્દ દુષ્કૃતગના અર્થમાં છે. દુષ્કતગઈ અને સુકૃતાનુમોદનાપૂર્વક ચતુદશરણ-ગમન એ ભવ્યત્વ-પરિપાકનું પરમ સાધન છે. ઉપકારના બદલામાં “જિ અને અપકારના બદલામાં “ મને ”નો પ્રયોગ સર્વ જીવો સાથે ઔચિત્યનું પાલન કરાવે છે. ઔચિત્યગુણના પાલનથી આત્મકલ્યાણનો માર્ગ સુલભ બને છે. આત્માનું સ્વરૂપ જોવા માટે શ્રી અરિહંતાદિ ચારનું આલંબન છે. તેમના સ્મરણથી આત્મસ્વરૂપનું સ્મરણ થાય છે અને આત્મસ્વરૂપનું સ્મરણ કલ્યાણનું નિધાન બને છે. આત્મસ્વરૂપ સર્વ ગુણોની ખાણ છે અને સર્વ પ્રકારના શુભ પર્યાયોની ઉત્પત્તિનું નિધાન છે. સ્વરૂપરમણતા એ મોક્ષનું અનન્ય કારણ છે. સ્વરૂપ રમણતાનું સાધન અરિહંતાદિ ચારનું સ્મરણ છે. ભાવથી થતું શ્રી અરિહંતાદિ ચારનું સ્મરણ એ જીવસ્વરૂપનું જ સ્મરણ હોવાથી જીવને વિશ્રાંતિનું પરમસ્થાન છે. કહ્યું છે કે जीयात्पुण्यांगजननी, पालनी-शोधनी च मे । हंसविश्रामकमलश्रीः सदेष्टनमस्कृतिः ॥१॥ અર્થ:- પુણ્યરૂપી શરીરને પેદા કરનાર, પુણ્યરૂપી શરીરનું પાલન કરનાર અને પુણ્યરૂપી શરીરનું શોધન કરનાર તથા જીવરૂપી હંસને વિશ્રાંતિ આપવા માટે કમળના વનની શોભાને ધારણ કરનાર એવી શ્રીપંચપરમેષ્ઠિની નમસ્કૃતિ સદા જયવંત વર્તો. અહીં શ્રી પંચપરમેષ્ઠિની નમસ્કૃતિ જ ચતુદશરણગમનરૂપ છે, નિશ્ચયથી આત્મસ્વરૂપરમણતા પણ એ જ છે અને મોક્ષનું અનંતર કારણ પણ એ જ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણનો વિકાસ કરનારા સામાયિક, ચઉવિસલ્યો અને ગુરુવંદનનું આરાધન આ ત્રણ આવશ્યકો એક નમામિ પદમાં સમાઈ જાય છે. “ખમામિ' પદમાં પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્કાણ એ ત્રણ આવશ્યકો સમાઈ જાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ ન થયેલા દોષોની શુદ્ધિ માટે કાયોત્સર્ગ, અને એ બન્નેથી શુદ્ધ ન થઈ શકે એવા દોષોની શુદ્ધિ માટે પચ્ચખ્ખાણ આવશ્યક છે. IN ૨૨૨ LETTER રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy