SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ ૪૪૯ ] ઉત્તમ યોગોમાં હતું ત્યારે, પૂરા દિવસે તેમને જન્મ થયો. સતુષ્ટ થયેલી દિશાદેવતાઓએ જેમનું જાતકર્મ કર્યું છે એવા ભગવાનને સે સુરેશ્વર સહિત ઈન્ડે મંદરપર્વતના અલંકારભૂત અતિપાંડુકંબલશિલા નામની ચૂલિકા ઉપર તે જ ક્ષણે લાવીને, તીર્થંકરના અભિષેકથી તેમને અભિષેક કરીને તેમને જન્મભવનમાં પાછા લાવીને મૂક્યા. જ્યારે સ્વામી-ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે (ભૂમિ ઉપર રહેલો) રત્ન વડે ચિત્રિત સ્તૂપ માતાએ સ્વપ્નમાં જોયો હતેશને અર્થ ભૂમિ થાય છે, આથી તેમનું “કુન્થ” એવું નામ પાડવામાં આવ્યું ? દેવો વડે પરિગ્રહીત થયેલા અને વૃદ્ધિ પામતા ભગવાનના મુખપદ્યની શોભાથી નિસ્તેજ થતું વાદળાંથી મુક્ત થયેલે પૂર્ણચન્દ્ર પણ જાણે શંકાયુક્ત હતો, ભમરાઓ જેમના ઉપર રહેલા છે એવાં ધવલ કમળ નયનયુગલની શેભાથી ઉદ્દભ્રમિત થઈને જાણે રાત્રિએ પ્લાન થતાં હતાં, શ્રીવત્સના લાંછનના મિષથી સુવિશાળ લકમીએ તેમના વક્ષસ્થલને આશ્રય લીધું હતું, હાથીઓની ઉત્તમ સુંઢ પણ તેમના ઉયુગલના આકારનું અનુકરણ કરતી હતી, કુરુવિન્દ આવર્તી જંઘાઓની શોભા પ્રાપ્ત કરવાને અસમર્થ હતા, ટપકતા મદજળ વડે ભીના કપોલવાળા હાથીઓ પણ ભગવાનની લીલાપૂર્વકની ગતિની કલાને-એક અંશને પણ નહીં પામતાં લજિજત થતા હતા, જળના ભારથી નીચે આવેલા મે પણ ભગવાનના સ્વરની એ ગંભીરતા અને મધુરતાને આશ્રય કરવાને અસમર્થ હોઈ દુઃખ પામતા હતા. એ પ્રમાણે વિમિત થયેલા દેવો અને મનુષ્ય જેમના ગુણનું રટણ કરતા હતા એવા ભગવાનને ત્રેવીસ હજાર સાતસે અને પચાસ વર્ષ કુમારકાળ વીતી ગયે. પછી સૂર્યની પ્રભાવડે અનુલિપ્ત કમળ જેવાં સુન્દર લેશનવાળા તથા પ્રથમ પ્રજાપતિ રાજા રાષભદેવની જેમ પ્રજાનું હિત કરનાર ભગવાનને શૂર રાજાએ પોતે રાજ્યાભિષેક કર્યો. પાકશાસન ઈન્ડે જેમનાં ચરણકમળ પૂજ્યાં છે એવા, કમળરજના રાશિ અને કાંચન સમાન દેહકાન્તિવાળા, લેકોનાં લોચનરૂપી કુમુદને માટે શરદકાળના ચંદ્ર સમાન, ચન્દ્રનાં કિરણ જેવા ઉજજવળ, અતિશયયુક્ત અને ભવ્ય જનેને પરિતોષ ઉત્પન્ન કરનાર ચરિત્રવાળા ભગવાને સમસ્ત રાજ્યનું શાસન કરતાં ત્રેવીસ હજાર સાતસે અને પચાસ વર્ષ એક દિવસની જેમ વિતાવ્યાં. ૧. સામાન્ય રીતે તીર્થંકરના અભિષેક સમયે ચેસઠ ઇન્દ્રોના આગમનને ઉલ્લેખ મળે છે; પણ અહીં સો ઇન્દ્રોની વાત છે. “સ ઇન્દ્રોને માટે મૂળમાં પુરી રસાળ પાઠ છે, તેને સંપાદકોએ શંકાસ્પદ ગણેલો છે. ૨. નાઓ-ધૂમ વળવનિતં શું શુમિનિ તેન કુંથુનિn ( આવશ્યક નિર્યુક્તિ, ગા. ૧૧૦૦) | તે ઉપર આચાર્ય મલયગિરિની વૃત્તિ-ગનની ને કુર્થ-મનોરતે મહી (fથતં) સૂપ - વિચિત્ર રદ્વા પ્રતિવૃદ્ધવતી તે રળેન માવાન નામતઃ કુન્શનના છે (ત્રીજો ભાગ, પૃ. ૬૦૨). ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy