SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૦ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : તે નવમિકા નામે શકની અઠ્ઠમહિષી થઈ, અને તું જે ધનશ્રી તે વૈશ્રમણની ભાર્યા થઈ. દેવસૌખ્ય ભગવ્યા પછી ત્યાંથી વીને તું અહીં બલદેવની પુત્રી સુમતિ થઈ છે. નંદીશ્વર દ્વીપમાં આપણા ગમનને તથા જિનેશ્વરને નિમિત્ત માંડેલા જિન-ઉત્સવને યાદ કર; ચારણશ્રમણે આપણે માટે બાંધેલી મર્યાદાનું તથા તેમના ઉત્તમ વચનનું સ્મરણ કર, જેમકે-“તમે બીજા ભવમાં સિદ્ધિમાં જશે તથા જે કન્યા દેવલોકમાંથી પહેલી આવે તેને બીજીએ આવીને પ્રતિબધ કરે.” માટે હે હે ! પૂર્વભવને યાદ કર અને મારી સાથે પૂર્વભવમાં કરેલી પ્રતિજ્ઞાનું પણ સ્મરણ કર. ભેગોને પ્રસંગ કરીશ નહીં. સંસારરૂપી ભયંકર અટવીમાં જે વિનાશને ન ઈચ્છતી હોય તો લાખો ભવમાં પણ ન મળે એવા યતિધર્મને તે સ્વીકાર કર.” આ પ્રમાણે વચન સાંભળીને જે વ્યાકુળ થઈ છે તથા જેની ચેષ્ટાઓ નષ્ટ થઈ છે એવી તે સુમતિ મૂછ પામી. સોનાની ઝારીમાંથી સંભ્રમપૂર્વક રેડેલી શીતલ જળની ધારા વડે જેના ઉપર સિંચન કરવામાં આવ્યું છે તથા એ રીતે જેની શરીરષ્ટિ શીતળ થઈ છે એવી તે તાડને વીંજ ઢળવા વડે ઉત્પન્ન થતા પવનને સ્પર્શ થતાં થોડી વારે સ્વસ્થ થઈ, અને જેનું મુખ દેવામાં આવ્યું છે તથા વસ્ત્રો સંકેરવામાં આવ્યાં છે એવી તે હાથ જોડીને વિનયપૂર્વક રાજાઓના સમૂહને વિનંતી કરવા લાગી, “તમારી અનુજ્ઞાથી હું પ્રવજ્યાનો સ્વીકાર કરીશ.” વિચિમત થયેલા રાજાઓ કહેવા લાગ્યા, “ધર્મમાં તને અવિન થાઓ, ઈચ્છિત સ્થાનને તું પ્રાપ્ત કર.” પછી સંતુષ્ટ થયેલા બલદેવ અને વાસુદેવે અત્યંત આદરપૂર્વક તેને દીક્ષા મહોત્સવ કર્યો, શક્રની અમહિષીઓએ અને વેશ્રમણની અગ્રમહિષીઓએ દીક્ષા લેતી સુમતિની ભારે આદરપૂર્વક પૂજા કરી. સાતસો કન્યાઓની સાથે સુત્રતા આર્યોની પાસે દીક્ષા લઈને, તપ ઉપાઈને તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જેણે કર્મોને ખપાવ્યાં છે એવી તે સિદ્ધિમાં ગઈ. પછી વિશુદ્ધ સમ્યગ દર્શનવાળા, દાન ઉપર પ્રીતિવાળા, સર્વે પ્રાણીઓ પ્રત્યે દયાવાળા, અપરાધીઓ તેમજ નિરપરાધીઓ માટે સદાકાળ શરણાગત વત્સલ અને જિનેશ્વર તથા સાધુની પૂજામાં રત એવા તે અપરાજિત અને અનંતવી રાશી લાખ પૂર્વ સુધી નિરુઢિપણે ભોગ ભેગવ્યા. પછી જેણે અશાતા વેદનીય કર્મ ઉપાર્જિત કર્યું છે અને નારકનું આયુષ્ય બાંધ્યું છે એ અનંતવીર્ય કાળ કરીને બેતાલીસ હજાર વર્ષને આયુષ્યવાળો (નારકી) થઈ પહેલી પૃથ્વીમાં ગયો. સનેહને કારણે ધરણેન્દ્ર વારંવાર તેની વેદનાને પ્રતિકાર કરતો હતો. ભાઈને વિયેગથી દુખી થયેલા તથા જેણે પુત્ર ઉપર રાજ્યનો ભાર નાખે છે એવા અપરાજિતે રાજરિદ્ધિને ત્યાગ કરીને, સોળ હજાર રાજાઓની સાથે, યશોધર ગણધરની પાસે દીક્ષા લીધી, અને ઘણા કાળ સુધી તપ કર્યા પછી દેહ છૂટી જતાં તે આરણ-અચુત ક૫માં સુરેન્દ્ર થયે. પ્રશસ્ત પરિણામવાળે અનંતવીર્ય પણ નરકમાંથી ઉદ્વર્તિત થઈને-જંબુદ્વીપના ભરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy