SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી લંભક [ ૩૫૭ ] કેશ અને આભરણ દૂર કરવામાં આવ્યાં છે એવા તેને અમાત્ય રજોહરણ અને પાત્ર આપ્યા, તથા કહ્યું, “કુમાર ! તમે સીમંધર અણગારના શિષ્ય છે, હું વ્રતા ચારણ કરું છું.પછી જેણે સામાયિક કર્યું છે એવા તેને રાજાની પાસે લઈ જવામાં આવ્યું. પાત્ર, ઓઢવાના વસ્ત્ર અને શુદ્ધ ચીવરથી યુક્ત, તથા જેણે પૂર્વ દેહાઈ ઢાંકેલો છે એવા, સફેદ વાદળાંઓના સમૂહ વડે જેનું અર્ધ બિંબ ઢંકાયેલું હોય એવા શિશિરઋતુના બાલ સૂર્ય સમાન તેને રાજાએ જે. રાજાએ વિચાર કર્યો, “અહો ! આ તેજસ્વી શ્રમણ શા કારણથી મારી પાસે આવે છે?” આ પ્રમાણે રાજા વિચાર કરતો હતો અને તેને ઓળખતે નહતો, એટલામાં તે અમાત્યે રાજાને પગે પડીને વિનંતી કરી, સ્વામી ! શ્રમણ વધ્ય કે અવધ્ય?” એટલે પાસે ગયેલા અને શ્રમણરૂપમાં રહેલા મૃગધ્વજને બાષ્પપૂર્ણ લોચને વડે પિતાએ જે. પછી સંતેષ પામેલા અને હર્ષને કારણે જેને રોમાંચ થયાં છે એવા તેણે ઊઠીને અમાત્યને આલિંગન આપ્યું અને કહ્યું, “અહો! તે મહામતિ છે, શાથી જે તે મારી આજ્ઞા પણ લોપી નહીં અને પુત્રવધમાંથી મને મુક્ત કર્યો. એ પછી તેણે પુત્રને અર્ધાસન ઉપર બેસાડ્યો અને આંસુ સારતાં કહ્યું, “પુત્ર ! તારી પ્રવજ્યા તે થઈ જ, પણ હવે રાજ્યાભિષેકને સ્વીકાર કર, હું તારે પ્રધાન થઈશ.” કુમારે કહ્યું, “તાત! રાજ્યમાં અથવા વિષયમાં મને લાભ નથી. નરકલેકની ભયજનક વેદનાઓથી હું ડરેલ છું, માટે મને રજા આપે.” પછી રાજાએ કહ્યું, “વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરજે, પણ અત્યારે તે ભેગે ભગવ.” એટલે તે બોલ્યો, જેમના જીવનકાળ નક્કી હોય તેમને માટે એ યોગ્ય છે, પણ અનિત્યતા વડે ઘેરાયેલાઓ માટે એ ગ્ય નથી. તાત! બળતા ઘરમાંથી નીકળી જવા માટે કોઈ સમયની રાહ જોતું નથી. એ જ પ્રમાણે દુઃખાગ્નિ વડે બળતા લેકમાં સર્વ ઉપદેશેલ નિગમમાર્ગ પ્રાપ્ત થયા પછી મારે પ્રમાદમાં કાળક્ષેપ કરવો જોઈએ નહીં. માટે વિના વિલંબે મને રજા આપ.” એટલે મૃગધ્વજને અવિચલ એવો તપસ્વી જાણુને રાજા કહેવા લાગ્યો, “પુત્ર! જે તારો આ જ નિશ્ચય હોય તો તારો નિષ્ઠમણુસત્કાર-દીક્ષા મહોત્સવ કરું; એથી મને શાંતિ થશે.” કુમાર બેલ્યો, “મને સત્કારથી હર્ષ નથી, મૃત્યુથી વિષાદ નથી.” રાજાએ કહ્યું, “પુત્ર ! ધર્મના વિષયમાં ઇક્ષવાકુઓને માટે આ ઉચિત ચેષ્ટા છે, એ મારા ચિત્તમાં નિશ્ચય થયેલ છે. પુત્ર! તું વીતરાગના માર્ગ ઉપર રહેલું છે તેથી પૂજા અને નિંદામાં તું ભેદ ગણુ નથી, તો પણ હું તારો સત્કાર કરીશ.” પછી રાજાએ કૌટુમ્બિક પુરુષને આજ્ઞા આપી, “એક હજાર પુરુષ વડે ઉપાડાતી શિબિકા અને કુમારના સ્નાન અને પ્રસાધન–અલંકરણની સામગ્રી જલદી લાવ.” તેઓએ આજ્ઞા પ્રમાણે કર્યું. પછી કનક, રત્ન અને માટીના ૧૦૮ કળશ વડે જેને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને, લાકડાના બનાવેલા પુરુષની જેમ, વસ્ત્ર અને આભરણથી જેના અંગને આભૂષિત કરવામાં આવ્યું હતું એ કુમાર દેવવિમાન જેવી શિબિકામાં બેઠે. જેના ઉપર કનકના દંડવાળું ધવલ છત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy