SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ર શ્રાદ્ધગુણ વિવરણુ, શબ્દાર્થ –આ દુનીયામાં પિતાનું પિષણ કરવા રૂપ વ્યાપારમાં ઉદ્યમ કરનારે ક્ષુદ્ર પુરૂષે હજારે છે. પરંતુ જેને બીજાના પ્રયોજનમાં જ પિતાનું પ્રયોજન જણાય છે તે સજજન શિરોમણિ પુરૂષ આ દુનીયામાં એક જ હોય છે. મુશ્કેલીથી ભરી શકાય તેવા ઉદરની પૂરતી માટે જ્યારે વડવાનળ સમુદ્રનું પાન કરે છે, ત્યારે મેઘ તે ગ્રીષ્મઋતુથી વ્યાપ્ત થએલો જગતને સંતાપ નાશ કરવા માટે તત્પર થાય છે. આ બે ઉદાહરણે શુદ્ર અને મહાન પુરૂષના ઓળખાણ માટે બસ છે. कए वि अन्नस्सुवयारजाए कुणति जे पच्चुवयारजुग्गं । न तेण तुल्लो विमलो वि चंदोन चेव भाणू न य देवराया ॥६॥ શબ્દાર્થ –જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તો પણ જે પુરૂષો ઉપકાર કરનારને એગ્ય પ્રત્યુપકાર કરે છે અર્થાત બદલી આપે છે. તેની બરાબરી નિર્મળ ચંદ્ર, સૂર્ય અને ઇદ્ધ પણ કરી શકતા નથી. અર્થાત ઉપકાર કરનારા પુરૂષો કરતાં પ્રત્યુપકાર કરનારા પુરૂષે આ દુનીઆમાં ઉત્તમોત્તમ ગણાય છે. અને તે ઘણાં થોડા હેય છે. ૬ ઉપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોય છે તે આ પ્રમાણે છે–અન્ન અને પાણી વિગેરેનું દાન કરવારૂપ હોય તેને દ્રવ્ય ઉપકાર જાણો અને તે અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. કોઈ પણ કારણ શિવાય પોતાના આત્માને અને પરને સમ્યજ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થકર ભાવ ઉપકાર કહે છે. જે કઈ પુરૂષસિંહો આ જગમાં પરોપકાર કરે છે, તેઓના યશ: રૂપ પટહને વનિ સઘળી દિશાઓમાં ફેલાય છે. તેટલા માટે સામચ્યું હોય તો મનુષ્ય પોપકાર કરવાને ઉદ્યમ કરવો જોઈએ. કારણકે પપકાર કરવાથી ધર્મ અને ચંદ્ર જેવી નિર્મળ કીર્તિ દુનિયામાં પ્રસરે છે. જેમ વિકમરાજાની કીર્તિ ફેલાઈ હતી. આ ઠેકાણે વિકમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે– એક વખત વિકમરાજા રાજપાટિકાથી પાછા ફરતાં રાજમાર્ગમાં દાણા વિણવામાં તત્પર થએલા એક દરિદ્રને જોઈ બોલ્યા કે—“જેઓ પિતાની ઉદરપૃત્તિ કરવામાં પણ સમર્થ હોઈ શકતા નથી તેઓનું આ જગતમાં ઉત્પન્ન થવું શા કામનું છે?' આ પ્રમાણે રાજા તરફથી કહેવામાં આવતાં તે દરિદ્રી બોલી ઉઠ્યો કે જેઓ સારી રીતે સમર્થ છે છતાં પરેપકાર કરી શકતા નથી તેઓનું જન્મવું પણ આ દુનિયામાં નિરૂપયેગી છે.” આ પ્રમાણે દરિદ્રી તરફથી કહેવામાં આવતાં મહારાજા વિક્રમરાજાએ તે ભિક્ષુને સે હસ્તી અને બે કેડ સોનામહોર બક્ષીસ કરી. વળી પોપકારને વિચાર કરતાં કેઈએ કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy