SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭૬૦ નમસ્કાર કર્યાં. રાજ્યના કુશળ વર્તમાન પૂછ્યા, રાણીએ યથાવિધ ઉત્તર આપ્યા અને પછી બન્નેનો વાર્તાલાપ ચાલુ થયો. રાણીએ પૂછ્યું : ‘મહારાજ! તમે આ ગાઢ જંગલમાં ક્યારના આવ્યા છો?” રાજા : ‘હું બે-ત્રણ મહિનાથી આવ્યો છું. હું મોટો રાજા હતો, રાજ્ય, સ્ત્રી, પુત્ર કુટુંબ વગેરેનો ત્યાગ કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું અરણ્યમાં આવીને વસ્યો છું.’ રાણી : ‘અહો! ત્યારે તો તમે મોટા મહાત્મા અને મહાન ત્યાગી પણ છો?” રાજા : ‘હા! મહારાજ, જેવી ઈશ્વરની ઇચ્છા. મેં તો એમની ઇચ્છાથી બધું છોડી દીધું છે.’ રાણી : ‘ઠીક; રાજાજી આપ એમ માનો છો કે આપે બધું છોડી દીધું છે; પણ મારા જોવામાં તો એવું આવે છે કે, આપે કંઈ પણ ત્યજ્યું નથી.’ રાજા : ‘નહિ મહારાજ! મેં તો બધું જ છોડી દીધું છે. હવે મારી પાસે કોપીન, તુંબી-પાત્ર, લાકડી અને આ ઘાસની બનાવેલી ઝૂંપડી છે. બીજું કાંઈ જ નથી. જો આપની આજ્ઞા થતી હોય તો ઝૂંપડી પણ બાળી નાખું.' રાણી : ઠીક, તો બાળી દો, એમાં શું? તરત જ રાજાએ અગ્નિ વડે ઝૂંપડી સળગાવી દીધી. રાજા : ‘કેમ, મહારાજ હવે હું ત્યાગી ખરો કે નહિ?” રાણી : ‘નહિ, મહારાજ, માત્ર ઝૂંપડી સળગાવી દેવાથી ત્યાગી ન બની શકાય.' રાજા : ‘સારું, તો પછી આ લાકડી બાકી છે, કહો તો તે પણ ફેંકી દઉં.’ રાણી : ‘સારુ, ફેંકી દો.' રાજાએ લાકડી ફેંકી દીધી અને કહ્યું ઃ ‘મહારાજ, હવે ત્યાગી થયો કે નહિ?” રાણી : ‘નહિ, મહારાજ, હજી પણ તમે ત્યાગી થઈ શક્યા નથી,’ રાજા : તો પછી હવે તો મારી પાસે ફક્ત કમંડલ છે, તે શિવાય બીજું કંઈ જ નથી. જો આજ્ઞા થાય તો તે ફોડી નાખું. રાણી : ‘સારું ફોડી નાખો.’ તરત જ રાજાએ તુંબીપાત્રને ફેંક્યું અને તે ફૂટી ગયું. રાજા : કેમ મહારાજ? હવે તો હું ત્યાગી થયો ને? રાણી : ‘નહિ, મહારાજ હજી પણ તમે ત્યાગી થઈ શક્યા નથી.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy