SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ સવા-સોમાં સોરઠના વંથલી ગામમાં એક મોટા વેપારી નામ સવચંદ ધંધો ધમધોકાર ચાલે. પરદેશથી માલ આવે અને પરદેશ માલ વહાણો ભરી ભરી મોકલે. તેમનાં બાર (૧૨) વહાણો માલ લઈ પરદેશ ગયેલાં તે માલ વેચી ત્યાંનો બીજો માલ ભરી પાછાં આવતાં હતાં તે ઘણો વખત થઈ ગયો પણ પાછાં ન આવ્યાં. બે દિવસ-ચાર દિવસ એમ રાહ જોઈ. બીજું એક અઠવાડિયું નીકળી ગયું પણ ન વહાણો પાછા આવ્યા કે ન કોઈ વહાણના સમાચાર મળ્યા. સવચંદ શેઠ તો મહામુશ્કેલીમાં આવી ગયા. ગામમાં વાતો ચાલી. શેઠનાં બધાં વહાણ ડૂબી ગયાં છે. શેઠ દેવાળું કાઢશે, અને જેના જેના પૈસા શેઠ પાસે જમા હતા તેઓ ઉઘરાણીએ આવ્યા. પાસે હતું ત્યાં સુધી તો આપતા ગયા. ખાસ રોકડ રહી નહીં, અને માંગરોળ ગામના ઠાકોર જેમને સવચંદ શેઠ સાથે સારા સારી, તેમના રૂપિયા એક લાખ શેઠને ત્યાં જમા પડેલા. ઠાકોરના કુમારે ઠાકોરને વાત કરી. “જલદી જાવ. સવચંદ શેઠને ત્યાં પડેલા બધા રૂપિયા લઈ આવો. શેઠ નવરાવી નાખશે.” ઠાકોર પણ વહેમાયા. ઘોડી પર બેસી આવ્યા સવચંદ શેઠની પેઢી ઉપર, અને કરી ઉઘરાણી કહે મારા દીકરાને પરદેશ જવું છે. બધા જ રૂપિયા તરત ને તરત આપો. શેઠ જરા ગભરાયા. પૈસા જમે છે તે આપવા જ રહ્યા. પાકા જૈન - આ ભવે ન આપે તો આવતા ભવમાં પણ સેંકડો ગણા ચૂકવી આપવા જ પડે. એટલે નથી જોગ એમ તો કહેવાય નહીં. આબરૂ તો સાચવવી રહી. શેઠે નમ્રતાથી ઠાકોરને જણાવ્યું, “ભાઈ રકમ મોટી છે, જોગ કરતાં બે ત્રણ દહાડા લાગશે.” ઠાકોર કહે : હું પાછો ખાલી હાથે જઉં તો મારી કુમાર મારી સાથે ઝઘડો કરશે, અને આપણી વચ્ચે નકામા વહાલામાં વેર થશે. શેઠ સમજી ગયા. પડતાને પાટું મારનારા ઘણા હોય છે. ઠાકોર સાથે વેર તો પોસાય નહીં. દેવું છે એ તો સારું. આપવા જ છે. શું કરું? રસ્તો તો કાઢવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy