SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૦૦૧ શકતા નથી, પણ સમજ્યા પછી તેઓ સારી રીતે આરાધના કરે છે; જ્યારે છેલ્લા તીર્થકરના સાધુઓ જલદીથી ધર્મ સમજી શકે છે ખરા, પરંતુ આચારપાલનમાં તેઓ શિથિલ રહે છે. આ કારણથી પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રત પ્રરૂપ્યાં છે અને વચ્ચેના ૨૨ તીર્થકરોએ ચાર મહાવ્રત પ્રરૂપ્યાં છે. આ જવાબથી કેશી સ્વામી ઘણા સંતોષ પામ્યા. પુનઃ તેમણે શ્રી ગૌતમ સ્વામીની વિનય-ભક્તિ કરીને બીજો પ્રશ્ન પૂછ્યો : મહાનુભાવ! શ્રી પાર્શ્વનાથ ભગવાને બહુમૂલાં અને રંગીન વસ્ત્રો વાપરવાની સાધુઓને છૂટ આપી છે જ્યારે ભગવાન મહાવીરે અલ્પ મૂલ્યવાળાં અને શ્વેત વસ્ત્રો પહેરવાની સાધુઓને આજ્ઞા કરી છે, તો આનું કારણ શું હશે?” શ્રી ગૌતમે જવાબ આપ્યો : “પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ અનુક્રમે સરળ અને જડ તથા વક્ર અને જડ હોવાથી તેઓને વસ્ત્ર પર મોહભાવ થાય એ સ્વાભાવિક છે; જ્યારે ૨૨ તીર્થકરોના સાધુઓ મોહમાં આસક્ત બને તેવા નહિ હોવાથી તેમને રંગીન અને મૂલ્યવાન વસ્ત્રો પણ વાપરવાની છૂટ આપી છે. સાધુ આચારથી ભ્રષ્ટ થતો હોય તે વખતે તે પોતાના વેશ પરથી પણ શરમાય છે કે હું જૈન સાધુ છું, મારાથી દુષ્કર્મ ન સેવાય.” આ ઉપર્યુક્ત આચાર અને વેશના પ્રશ્નો ઉપરાંત બીજા ઘણા પ્રશ્નો કેશી સ્વામીએ પૂછ્યા અને શ્રી ગૌતમે તેના સંતોષકારક ખુલાસાઓ કર્યા. ભેગા થયેલા સર્વે લોકો આ વાર્તાલાપ સાંભળી આનંદ પામ્યા. ત્યારબાદ કેશી ગણધરે ગૌતમ ગણધર પાસે ચાર મહાવ્રતને બદલે પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. બન્ને ગણધર દેવો પોતપોતાના શિષ્યમંડળ સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. થોડાક વખત પછી કેશી સ્વામીને કેવળજ્ઞાન થયું અને તેઓ મોક્ષે ગયા. ૧. પાંચ મહાવ્રત. પ્રાણાતિપાત = જીવ હિંસા કરવી. મૃષાવાદ = જુઠું બોલવું અદત્તાદાન = ચોરી કરવી મૈથુન = વિષય સેવવો. પરિગ્રહ = ધન ધાન્યનો સંગ્રહ કરવો. આ પાંચે ન કરવાના વ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy