SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જન શાસનના ચમકતા સિતારા ૧૯૬ બતાવેલા માર્ગે લઈ જાઓ.” મુનિ બોલ્યા, “જે ધર્મને શરણે જાય છે તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. વ્રત અને તપથી જ આ લોક અને પરલોકની સિદ્ધિ થાય છે. મૃત્યુ આ જીવનને ક્યારે ઝડપી લેશે એનો કોઈને ખ્યાલ નથી, માટે જ્યાં સુધી મૃત્યુ આવે નહીં ત્યાં સુધીમાં ધર્મનું આચરી લેવો. ધર્મમાર્ગે જવામાં આળસ કરવી હાનિકારક છે.” આ ધર્મવચનોએ બન્નેનાં હૈયાંને હચમચાવી નાખ્યાં. બન્નેએ ભાગવતી દીક્ષા લેવાનો તરત જ નિર્ણય લીધો. બધાં આભૂષણો અંગો ઉપરથી ઉતારીને દાસીઓને આપ્યાં અને કહ્યું, “આ આભૂષણો અમારા પિતાને આપજો અને કહેજો કે બન્નેએ આ સંસાર અસાર જાણી ધર્મમાર્ગનું આલંબન કર્યું છે અને ખાસ કરીને જણાવજો કે અજ્ઞાન કે પ્રમાદથી તેમ જ અસદ્ આચરણથી એમની વિરાધના - આશાતના થઈ હોય તો કૃપા કરી તેઓ અમને તેની ક્ષમા આપે. દાસીઓએ ઘરે આવવા બન્નેને પ્રાર્થના કરી, કલ્પાંત કર્યો પણ પદ્મદેવે તેમને અટકાવ્યાં, વાય, બન્ને સંસારથી વિરક્ત બન્યાં. માથા પરથી વાળને ચૂંટી કાઢ્યા અને મુનિના ચરણોમાં નમસ્કાર કરી, હાથ જોડી પ્રાર્થના કરી. “હે ગુરુ, અમને દુઃખથી મુક્ત કરો.” તરત જ બન્નેને સર્વ વિરતિ સામાયિક વ્રત અંગીકાર કરાવ્યું. ગુરુએ પ્રતિજ્ઞા લેવડાવી : “ધર્મશાસ્ત્રોમાં જેનો નિષેધ કર્યો છે તે સર્વ પાપી ક્રિયાઓનો અમે સર્વદા ત્યાગ કરીએ છીએ અને જૂઠ, હિંસા, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ અને રાત્રિભોજન કદી કરીશું નહીં.” બન્નેની દીક્ષાની વાત વાયુવેગે આખાય નગરમાં પ્રસરી ગઈ. તેમની દીક્ષાના પ્રસંગે સગાં, સંબંધીઓ અને શુભેચ્છકોના ટોળેટોળાં ઉમટ્યાં. જોતજોતામાં વિશાળ ઉદ્યાન ચિક્કાર ભરાઈ ગયું. તરંગવતીનાં માતાપિતા તથા સાસુસસરા હૃદયભેદક આક્રંદ કરતાં રડવા લાગ્યાં અને મોહયુક્તપણે બન્નેને પ્રવજ્યા લેતાં રોકવા પ્રયત્ન કર્યો, પણ તરંગવતી અને પદ્યદેવએ દિશામાંથી પાછા વળવા માંગતાં ન હતાં. તે નગરમાં એક સુપ્રસિદ્ધ સાધ્વીજી હતાં, જેઓ મહાપ્રજ્ઞા શ્રી ચંદના સાધ્વીજીનાં શિષ્યા હતાં, તેમની પાસે મુનિશ્રીના કહેવાથી તરંગવતીએ શિષ્યાપણું ગ્રહણ કર્યું અને પવદેવ એ મુનિના શિષ્ય બન્યા. કર્મને ખપાવતાં તે બંને મહાભાગી સદ્ગતિ પામ્યાં. ૧. હિંસા, ચોરી, જુઠ આદિ પાપોનો સર્વદા ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy