SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૦ ને વધુ તીવ્રતાથી નિંદતા રહ્યા અને શુભ ભાવના ભાવતા રહ્યા, ભાવતા જ રહ્યા. અતિ શુભ ને શુક્લ ધ્યાનના બળથી તેમનાં બધાં જ ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ એ જાણી આનંદથી તેનો મહોત્સવ કર્યો. આ કથાથી સાધુ અને શ્રાવક-બન્નેએ બોધ પાઠ લેવાનો છે. સાધુએ લોભ અને લાલસાથી આહાર ગ્રહણ કરવો ન જોઈએ. લોભપિંડનો તેમણે સર્વથા ત્યાગ કરવો જોઈએ. ગૃહસ્થ શ્રાવકોએ સાધુના દેખીતા નાના નાના શિથિલાચાર જોઈને તેમની ધૃણા કે તિરસ્કાર ન કરવા જોઈએ. એવા શિથિલાચારી સાધુઓની મનની દુર્બળતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ; અને સાધુ અનાચારી ન થાય તેમ વિનય-વિવેકથી તેમને સન્માર્ગ યાદ કરાવવો જોઈએ. એના બદલે નનામી પત્રિકાઓ કે છાપામાં છપાવીને જૈન શાસનની નિંદા થાય એવું ન કરવું જોઈએ. વિનયપૂર્વક આચરણથી સાધુઓને સન્માર્ગમાં સ્થાપિત કરવા જોઈએ. આશ ભરીને આવ્યો આશ ભરીને આવ્યો સ્વામી, ભક્તિમાં નવિ રાખું ખામી, પૂરજો મારી આશ, ઓ શંખેશ્વરા, રાખજો મારી લાજ, ઓ શંખેશ્વરા. તાર હો તાર ઓ પ્રભુજી, હું તો જેવો છું તેવો તમારો, કોઈ નથી અહીં મારું, પ્રભુ આપી દે મુજને સહારો, પાર કરો, ઉદ્ધાર કરો, મુજ જીવન નૈયાને . ઓ. શંખેશ્વરા ભાન ભૂલી ગયો છું. સન્મતિ તું મુજને દેજે, રાહ ભૂલી પડ્યો છું, મને રાહ બતાવી દેજે. માયા કેરી આ દુનિયામાં, રઝળી પડ્યો છું આજ. .. આશ ભરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy