SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ : આધ્યાત્મિક નિબંધ જેમ બાલ્યાવસ્થાને વિષે જે કંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહા પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવ દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વ પર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણને લઈને અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરીને તે નહેતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વ પર્યાય મૃતિમાં રહે નહીં તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહી. જેવી રીતે આંબા આદિ વૃક્ષેની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જ પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયપશમ આદિ સાનુકૂળતા (ગ્યતા) હોય તે જાતિમરણજ્ઞાન થાય. પૂર્વ સંજ્ઞા કાયમ રહેવી જોઈએ. અસંસીને ભવ આવવાથી જાતિમરણજ્ઞાન ન થાય.” પૂર્વભવની વિસ્મૃતિ થવાનું કારણ જ્ઞાનને ગાઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy