SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : આધ્યાત્મિક નિબંધે હડમત હારી જઈ અપૂર્વ અવસર ચૂકી જાય છે, તેના મૃદુ અને પવિત્ર સ્પર્શના અનુભવથી, તેને નિળ ભાવથી ભેટવાના ઈષ્ટ સ તાષથી, તેની સહજ શાંતિના ઉપભાગથી તે વચિત રહે છે. કૈાઈ પરમ ભાગ્યવંત સત્યપુરુષાથી પુરુષ તથારુપ અનુભવી ઉત્તમ પુરુષના આશ્રયમાં રહી, આજ્ઞામાં રહી તેમની કૃપાથી અપૂર્વ ખળ મેળવી એ પુષ્પને ભેટવા, તેની સાથે એકરુપ થવા શૌયતા ઉપજાવી સદ્ભાગી થાય છે. એ પ્રેમળ પુષ્પ એકલુ અને અટૂલું ઊભુ` છે. કાઈ એક પુષ્પના લેાગી મનવાના આકાંક્ષી છે. તે પાતાનુ' વી બળ નિમિત્ત પામીને પ્રગટાવે છે. તેના હૃદયમાંથી પવિત્ર પ્રેમના ઝરા વહે છે, અંતરમાં ઉત્સાહ છે, ઉલ્લાસ છે, ઉમ‘ગ છે. એના ખળ થકી તે પેલા અલૌકિક પુષ્પની સમીપ હિંમતભેર અને હાંશથી આગળ વધે છે. પુષ્પનું મધુર સ્મિત, તેની દિવ્ય મનેાહરતા, તેની મીઠી સુગલ, તેની પ્રકાશમય જાતિ, તેની અદ્ભુત અને અલૌકિક શીતળતા તેની પાસે આવનાર ભાગ્યવત વ્યક્તિને વધુ અને અતિ વધુ બળથી ખેચે છે. એ પુરુષાથી પુરુષ પવિત્ર પુષ્પ પ્રતિ આકર્ષાય છે. તેનામાં પ્રેમામૃતની ધારા વરસવા માંડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy