SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પરવતુના સંબંધમાં કરવામાં આવતે જે ઉદ્યમ, તેના ફળ પરત્વે અપેક્ષાને ત્યાગ કરી જે થાય છે તે મેગ્ય જ છે એમ નિશ્ચયથી માની સમપરિણામે રહેતા શીખે. જેમ માટીમાંથી ઘડે થાય, તેમ જીવમાંથી શિવ થાય” એ શીર્ષકવાળા બીજા નિબંધમાં જીવ પરમ શાંતરસપ્રેરક સન્માર્ગની પ્રાપ્તિથી માંડી શિવ થાય અર્થાત્ શુદ્ધતાની પૂર્ણતાને પામે ત્યાં સુધીની જે જે અવસ્થારૂપ પ્રક્રિયાઓ છે, તે સર્વને વ્યવહારિક દૃષ્ટાંત સાથે સરખાવતાં તે બન્ને વચ્ચે કેટલી સામ્યતા છે તે સૂચવી જાય છે. તે દષ્ટાંતથી વીતરાગમાર્ગની પ્રાપ્તિ માટેનું પરમેશ્ચ નિમિત્તકારણનું જ્ઞાન પણ સરળતાથી મળી જાય છે. તે ઉપરાંત કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બે કારણે મુખ્યતાએ રહ્યાં છે, (૧) ઉપાદાનકારણ અને (૨) નિમિત્તકારણ. બન્ને એક બીજાને ઉપકારી છે અને ઠેઠ બારમા ગુણસ્થાનકના અંત સુધી સાથે રહેવાવાળા છે. કોઈ એકની એકાંતે મુખ્યતા લેવા ગ્ય નથી એમ વિચારની યેગ્યતાઓ અને નિર્મળતાએ સમજાવું કઠણ નથી, અને એ વિચારની સુશ્રેણી આ દૃષ્ટાંત પૂરી પાડે છે. અમે જાણીએ છીએ કે જેનદર્શનની અર્વાચીન ફિલસૂફીમાં ઉપર કહ્યાં તે બે કારણેમાં કોની મુખ્યતા છે અને તેની ગૌણતા છે તે પ્રશ્ન ઉપર કેટલાક ફિલસૂફેએ ઠીક બુદ્ધિનો ઉપયેાગ કરી તક. પૂર્વકના અને ભેદ દર્શાવતા વિચારોના સમીક્ષા કરી છે, અને પ્રશ્ન અણુ ઉકેલ જ રહ્યો છે કેમ કે બનને કારણેની ઉપગીતા સમાન છે, સાથે સાથે છે. અમને તે નિશ્ચયરૂપ લાગે છે કે જેણે આત્મકલ્યાણ અને આત્મશ્રેય કરવું છે, તેવા જિજ્ઞાસુ મનુષ્ય તે નયની ગૂંચવાની વિચારશ્રેણીમાં અથવા નયની ભા. જાળમાં નહિ પડતાં સાદી બુદ્ધિને સી અને સરળ ભક્તિમાર્ગ એક નિષ્ઠાએ આરાધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy