SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ વનસ્પતિ માણસ જન્મે છે. વનસ્પતિ પણ જન્મે છે. ' માણસ વિકસે છે. વનસ્પતિ પણ વિકસે છે. માણસ ચૈતન્યયુક્ત છે. વનસ્પતિ પણ ચેતન્યયુક્ત છે. માણસ છિન્ન થતાં દુખી વનસ્પતિ પણ છિન્ન થતાં દુખી થાય છે. થાય છે. માણસ આહાર લે છે. વનસ્પતિ પણ આહાર લે છે. માણસ અનિત્ય છે. વનસ્પતિ પણ અનિત્ય છે. માણસ અશાશ્વત છે. વનસ્પતિ પણ અશાશ્વત છે. માણસ ઉપચિત અને અપચિત વનસ્પતિ પણ ઉપચિત અને થાય છે. અપચિત થાય છે. માણસ વિવિધ અવસ્થાઓ વનસ્પતિ પણ વિવિધ અવસ્થાઓ પામે છે. પામે છે. અભચનું અવદાન મહાવીરે કહ્યું કે તમામ જીવોને પોતાના સમાન સમજો. વનસ્પતિના સંદર્ભમાં પણ તેમનું એવું જ પ્રતિપાદન હતું – “તમે જુઓ ! વનસ્પતિ બીજા જીવોની અપેક્ષાએ તમારી વિશેષ નિકટ છે. પૃથ્વી, અપ, તેજસ, વાયુ વગેરે જીવોને સમજવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ વનસ્પતિકાયને સમજવાનું સરળ છે. તમે એને સમજો, તેના વિશે મનન કરો. મનન કરીને અભયદાન આપો.' “જેના થકી તમને જીવન મળી રહ્યું છે, તેને પણ તમે ભય આપી રહ્યા છો. તમે એને પજવવાનું છોડી દો. એ સત્ય છે કે તમારી આવશ્યકતાઓ તેના ઉપર નિર્ભર છે. તમે ભોજન વગર રહી શકો તેમ નથી, પરંતુ તમે ઓછામાં ઓછું એને અનાવશ્યક રીતે તો ન પજવો. મનમાં એવી ભાવના રાખો કે એ આપણા ઉપર ઉપકાર કરનારું જગત છે. એના પ્રત્યે તમારો જે ક્રૂર વ્યવહાર થાય છે, તે માટે ક્ષમાયાચના #ો. તમારે આવશ્યક્તાવશ કોઈ વૃક્ષની ડાળી કાપવી પડે કોઈ વનસ્પતિને કાપવી પડે તો તમે તેના પ્રત્યે મનમાં ક્ષમાયાચના કરો. તમારા મનમાં એવો ભાવ જાગવો જોઈએ કે “વિવશતાને કારણે હું વનસ્પતિજગતનો ઉપયોગ કરી રહ્યો છું. મારી વિશતા માટે તે મને ક્ષમા બક્ષે-' આવો ભાવ કૃતજ્ઞતાનો ભાવ બની રહેશે.” અસ્તિત્વ અને અહિંસા ૪૫ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy